National

હવે દિલ્હીમાં ‘જેલમાંથી સરકાર ચાલશે’, અંદર બેઠેલા CM કેજરીવાલે જાહેર કર્યો આદેશ

નવી દિલ્હી: ‘દિલ્હી સરકારની (Delhi Govt) તમામ કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે.’ મુખ્યમંત્રી (Chief Minister) અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) આદેશ બાદ આયોજન સચિવ નિહારિકા રાયે કેજરીવાલ સરકારનો બીજો આદેશ (command) જારી કર્યો છે.

દિલ્હી સરકારના આયોજન સચિવે એક નોટ જારી કરીને કહ્યું હતું કે, “કેટલાક લોકો દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ અને સબસિડી વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે. હું સંપૂર્ણપણે સ્પષ્ટ કરું છું કે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અમલમાં રહેશે. દિલ્હી સરકારે લોકોને ખોટી માહિતીનો શિકાર ન થવા વિનંતી કરી અને તેમને ‘અફવા ફેલાવનારાઓ’ થી દૂર રહેવા કહ્યું છે.’’

મોહલ્લા ક્લિનિક્સની કામગીરી અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે
સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે ઈડી કસ્ટડીમાંથી પોતાનો પહેલો આદેશ જારી કર્યો હતો. આ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે સીએમ કેજરીવાલે વધુ એક નવો આદેશ જારી કર્યો છે. મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટીના મુખ્ય મોહલ્લા ક્લિનિક્સની સુચારૂ કામગીરી માટે આરોગ્ય વિભાગને નવો આદેશ જારી કર્યો છે. AAP સૂત્રોએ પુષ્ટિ કરી કે આ નિર્દેશ આરોગ્ય વિભાગને લગતો છે અને મુખ્યમંત્રી દ્વારા મંત્રી સૌરભ ભારદ્વાજને મોકલવામાં આવ્યો છે. સૌરભ ભારદ્વાજ આરોગ્ય વિભાગ સંભાળે છે.

‘હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ અંગે મુખ્યમંત્રી ચિંતિત’
સીએમ કેજરીવાલની સૂચના પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આરોગ્ય પ્રધાન ભારદ્વાજે કહ્યું, “મુખ્યમંત્રી ઘણી હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિક્સમાં દવાઓની ઉપલબ્ધતા અને મફત પરીક્ષણને લઈને ચિંતિત છે.” ભારદ્વાજે કહ્યું કે સીએમ કેજરીવાલ ઈચ્છે છે કે કોઈને મુશ્કેલીનો સામનો કરવો ન પડે, ભલે તેઓ EDની કસ્ટડીમાં હોય. સમગ્ર મામલે ભારદ્વાજે કહ્યું, “તેમણે મને દવા અને પરીક્ષણો બંને મફત અને હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે તાત્કાલિક અને જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.”

કેજરીવાલે આતિશીને આ સૂચના આપી
આ પહેલા રવિવારે સીએમ કેજરીવાલે ઈડીની કસ્ટડીમાં હોવા પર પહેલો આદેશ જારી કર્યો હતો. આ આદેશમાં, મુખ્યમંત્રીએ દિલ્હીમાં પાણી અને ગટરની સમસ્યાને ઉકેલવા માટે જળ મંત્રી આતિશીને નિર્દેશ આપ્યો હતો. દરમિયાન, ઇડી કસ્ટડીમાંથી સીએમ કેજરીવાલ દ્વારા જારી કરાયેલા નિર્દેશો મામલે કાયદાકીય નિષ્ણાતોએ કહ્યું, “કોર્ટે સીએમને આદેશો આપવા માટે કોઈ પરવાનગી આપી નથી.’’

સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે કહ્યું, ”આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલના નામે આ આદેશ જારી કરી રહી છે. EDના રિમાન્ડને કારણે કોર્ટે સીએમને કોઈ આદેશ જારી કરવાની મંજૂરી આપી નથી. તેમણે કહ્યું, “આ આદેશો કોઈ કામ માટે નહીં પરંતુ રાજકીય લાભ માટે જારી કરવામાં આવી રહ્યા છે, જે કાયદાકીય રીતે ખોટું છે.” તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, “અરવિંદ કેજરીવાલ તેમની અતિશયોક્તિ કરી રહ્યા છે.

Most Popular

To Top