World

હવે એલન મસ્કે પણ ટ્વિટરને બતાવ્યા કોર્ટના દરવાજા

નવી દિલ્હી: ટ્વિટર(Tweeter) સોશિયલ નેટવર્કિંગ સાઇટ(Social networking site) છેલ્લા કેટલાક વખતથી વિવાદ(Controversy)માં આવતી રહે છે. શુક્રવારે જ દિલ્હી હાઇકોર્ટે(Delhi high Court) સ્મૃતિ(Smriti) અને કોંગ્રેસ(Congress)ની પ્રેસ કોન્ફોરન્સના વિવાદ બાબતે કોંગ્રેસના નેતાઓને ટ્વિટર પર તેમની સ્મૃતિ ઇરાની વિશેની ટિપ્પણી હટાવવા માટે કહ્યું હતું. એટલું જ નહીં પરંતુ જો તેઓ આ ટ્વિટ નહીં હટાવે તો ટ્વિટરે આ ટ્વિટ હટાવવી પડશે તેવું પણ હાઇકોર્ટે ચૂકાદા જણાવ્યું હતું. હવે દુનિયાના સૌથી મોટા બિઝનેશ મેન એલન મસ્કે(Alan Musk) ટ્વિટરને અદાલત(court)ના દરવાજા દેખાડી દીધા છે. આ પહેલા 44 અબજ ડોલરના સોદામાં પીછેહઠ કરવા બદલ ટ્વિટરે મસ્ક સામે કેસ કર્યો છે.

ગુપ્ત રીતે 164 પાનાની ફરિયાદ કરાઈ
જે અહેવાલ મળી રહ્યાં છે તે અનુસાર હવે મસ્કે પણ કોર્ટનો સહારો લઇને વળતો વાર કર્યો છે. એલન મસ્ક તરફથી ખૂબ જ ગોપનીય રીતે આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદ 164 પાનાની છે પરંતુ તેને સાર્વજનિક કરવામાં આવી નથી જેથી ખરેખર દાવામાં શું દાદ માંગવામાં આવી છે તે કહી શકાય તેમ નથી. જો કે કોર્ટનું કહેવું છે કે અદાલતના નિયમ પ્રમાણે આ કોપી ખૂબ જ જલ્દી સાર્વજનિક કરી દેવામાં આવશે.

ડીલ કેન્સલ કરતા ટ્વિટરે એલન મસ્ક સામે કર્યો હતો કોર્ટ કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે, એલ મસ્કે પહેલા ટ્વિટરને ખરીદવા માટે 44 અબજની બોલી લગાવી હતી. જેના માટે ટ્વિટરે પણ સામા પક્ષે તૈયારી બતાવી હતી. પરંતુ પાછળથી એલન મસ્કે ડમી ટ્વિટર એકાઉન્ટ્સનો હવાલો આપીને આ ડીલને એક તરફી રદ કરી દીધી હતી. જેના કારણે ટ્વિટરે એલન મસ્ક સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસની સુનાવણી આગામી 17મી ઓક્ટોબરના રોજ થશે અને તેની ઉપર દુનિયાભરના કારોબારીઓની નજર રહેશે. તો બીજી તરફ એલન મસ્ક તરફથી ડેલાવેયર કોર્ટ ઓફ ચાન્સરીના ચાન્સેલર કેથલિક મૈકકોર્મિક દ્વારા ટ્વિટર વિરૂદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. હવે 17મી ઓક્ટોબરની સુનાવણી દરમિયાન નક્કી થશે કે ટ્વિટર સાથે ડીલમાંથી એલન મસ્ક પીછેહઠ કરી શકશે કે નહીં.

શેર હોલ્ડરે એલન મસ્ક સામે ફરિયાદ નોંધાવી
જો કે, એલન મસ્ક તરફથી દાખલ કરવામાં આવેલા કેસ અંગે ટ્વિટરે હજી સુધી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. જો કે શુક્રવારે ટ્વિટરના એક શેર હોલ્ડર તરફથી પણ એલન મસ્ક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેણે કોર્ટને અપીલ કરી છે કે, એલન મસ્કે ટ્વિટરના શેરધારકો પ્રતિ કર્તવ્યનું ઉલ્લંઘન કર્યું છે. તેમના કારણે ટ્વિટરના શેરધારકોને મોટુ નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઇ એલન મસ્ક પાસે કરાવવાનો આદેશ કોર્ટ આપે તેવી દાદ આ શેરધારક દ્વારા માંગવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મસ્કે ભલે ટ્વિટર સાથે સોદો કર્યો નથી પરંતુ તેમ છતાં ટ્વિટરમાં તેમનો હિસ્સો 9.6 ટકા છે. આ હિસ્સો તેમણે વર્ષની શરૂઆતમાં જ ખરીદ્યો હતો. જો કે, હવે ટ્વિટર અને મસ્ક બંને ફોક થયેલા સોદાના નામે અદાલતમાં સામસામે આવી ગયા છે એટલે અદાલતના આદેશ ઉપર હવે સૌની નજર રહેશે.

Most Popular

To Top