સરકારનો નવો નિયમ લાગુ , ગ્રાહકો પર શું અસર?
દેશભરમાં LPG ગેસ સિલિન્ડરની બુકિંગને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે ગ્રાહકોને એક સિલિન્ડર પછી બીજા સિલિન્ડર માટે બુકિંગ કરવા માટે 35 દિવસની રાહ જોવી પડશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ ગેસના ગેરવપરાશ અને કાળાબજારને રોકવાનો હોવાનું માનવામાં આવે છે.
સરકારના આ નિર્ણયથી ખાસ કરીને ઘરેલુ ગ્રાહકો પર સીધી અસર પડશે. અત્યાર સુધી ઘણા લોકો ગેસનો વધુ ઉપયોગ કરતા હોવાના કારણે ટૂંકા ગાળામાં વારંવાર સિલિન્ડર બુકિંગ કરતા હતા. હવે નવા નિયમ હેઠળ તે શક્ય નહીં રહે, જેના કારણે ગેસના ઉપયોગમાં સંયમ રાખવો જરૂરી બનશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નિયમનો અમલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે અને તમામ ગેસ એજન્સીઓને તેના પાલન માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગેરકાયદેસર રીતે સબસિડીવાળા ગેસનો વ્યાપારમાં ઉપયોગ થતો હતો, તેને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હોય શકે છે.
આ સાથે જ સરકાર ગેસ સપ્લાયને સુચારૂ રાખવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ગેસના વિતરણમાં પારદર્શિતા લાવવા અને દરેક ગ્રાહકને સમાન રીતે ગેસ મળે તે માટે નવા નિયમોને કડક રીતે અમલમાં મૂકવામાં આવશે. માર્કેટ નિષ્ણાતો મુજબ, આ નિયમથી ગેસની અછત જેવી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવામાં મદદ મળશે.
ખાસ કરીને તાજેતરમાં વૈશ્વિક પરિસ્થિતિના કારણે ગેસ સપ્લાય પર અસર જોવા મળી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને સરકાર સાવચેતીના પગલાં લઈ રહી છે. તેથી હવે ગ્રાહકો માટે જરૂરી છે કે તેઓ ગેસનો ઉપયોગ સંયમપૂર્વક કરે અને બુકિંગનું યોગ્ય આયોજન કરે. જો કે, આ નિયમથી સામાન્ય લોકોમાં થોડી અસુવિધા સર્જાઈ શકે છે, પરંતુ લાંબા ગાળે ગેસની સમાન ઉપલબ્ધતા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.