ડિસેમ્બરમાં (December) નાતાલ અને જાન્યુઆરીમાં (January) ચાઇનીઝ ન્યૂ યરની (New Year) ખરીદીને પગલે નવેમ્બર-2021માં ભારતના (India) કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Cut and polish diamond) એક્સપોર્ટમાં (Export) 2019ની તુલનાએ 11.42 ટકાનો વધારો નોંધાયો છે. એપ્રિલથી નવેમ્બર 2021 (April to November 2021) દરમિયાન જેમ્સ એન્ડ જવેલરીની (Gems and Jewelery) કુલ નિકાસમાં પણ 3.54 ટકાનો વધારો નોંધાયો છે. જે 26.04 બિલીયન જેટલો થયો છે. અમેરિકામાં (America) 38 ટકા, હોંગકોંગમાં (Hong Kong) 24 ટકા, યુએઇમાં (UAE) 14 ટકા, બેલ્જિયમ (Belgium) અને ઇઝરાયલમાં (Israel) 5-5 ટકાનો એક્સપોર્ટ નોંધાયો છે.
જીજેઇપીસીના (GEEPC) ચેરમેન કોલિન શાહે (Kolin Shah) જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા જવેલરી વપરાશકાર દેશ અમેરિકામાં 2021ના વર્ષમાં વધુ એક્સપોર્ટ નોંધાયો છે. ચાલુ વર્ષે કાઉન્સિલે 41.65 યુ.એસ. બિલિયન ડોલરનો લક્ષયાંક રાખ્યો છે જે માર્ચ 2022 સુધી પૂર્ણ થવાનો અંદાજ છે. કાઉન્સિલે સરકારને કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ સોનુ અને કિમતી ધાતુઓની ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરવા માગ કરી છે તથા મુંબઇ અને સુરતના સ્પેશ્યલ નોટીફાઇડ ઝોનમાં રફ ડાયમંડના વેચાણને મંજુરી આપવા માટે કરવેરાની જોગવાઇમાં સુધારો કરવા પણ માગ કરી છે. આ બે શહેરોમાં જો સરકાર રફ ડાયમંડના ઓક્સન માટે વિદેશી માઇનીંગ કંપનીઓને મંજુરી આપે તો ભારતનો જેમ એન્ડ જવેલરીનો એક્સપોર્ટ 70 બિલિયન સુધી જઇ શકે છે.
એપ્રિલથી નવેમ્બર 2021 દરમિયાન પોલિશ્ડ ડાયમંડની નિકાસ 21.06 ટકા વધી છે જે રૂપિયામાં 120398 કરોડ નોંધાઇ છે. જોકે નવેમ્બર 2021માં ગોલ્ડ જવેલરીના એક્સપોર્ટમાં 36.52 ટકાનું ગાબડુ પડયું છે. યુરોપના દેશોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા લોકો ગોલ્ડ અને ડાયમંડ જવેલરીની ખરીદીથી દૂર રહ્યા છે. એવી જ રીતે પ્લેન ગોલ્ડ જવેલરીની નિકાસમાં પણ 59.43 ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે સ્ટડેડ ગોલ્ડ જવેલરીનો એક્સપોર્ટ આશ્ચર્યજનક રીતે 54.33 ટકા જયારે ચાંદીના ઘરેણાની નિકાસ 95.35 ટકા સુધી વધી ગઇ છે.ચાંદીના ઘરેણાની નિકાસ વધવા પાછળનું કારણ હીરા ઉદ્યોગના જાણકારો એવુ આપી રહ્યા છે કે સીવીડી ડાયમંડનો વપરાશ પણ વધ્યો છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિમાં વિરામના કારણે નવેમ્બરમાં ભારતની કુલ જેમ અને જ્વેલરીની નિકાસ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 4.21 ટકા ઘટીને રૂ. 17,784.92 કરોડ થઈ હતી.