National

સિસ્ટમ નહીં પણ મોદી સરકારે લોકોને નિષ્ફ્ળ બનાવ્યા : સોનિયા ગાંધી

નવી દિલ્હી : કોવિડ-19ના વધતા કેસો વચ્ચે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી (CONGRESS PRESIDENT SONIYA GANDHI)એ આજે કહ્યું હતું કે લોકોને નિષ્ફળ બનાવનાર સિસ્ટમ નહીં પણ મોદી સરકાર (MODI GOVT) છે જે સ્ત્રોતોનું યોગ્ય વહન કરવામાં નિષ્ફળ ગઇ છે. તેમણે માગણી કરી હતી કે એક સર્વપક્ષીય બેઠક તત્કાળ બોલાવવામાં આવે.

કોંગ્રેસ સંસદીય પક્ષ(CPP)ની બેઠકને વર્ચ્યુઅલી સંબોધન કરતા સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે હાલમાં પુરી થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પક્ષનો દેખાવ ઘણો નબળો હતો અને સાંસદોએ આ પરાજયમાંથી અપમાન અને પ્રમાણિકતાની ભાવના સાથે બોધપાઠ શીખવો જોઇએ. આ બેઠકમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સભ્યોએ ભાગ લીધો હતો જેમાં રાહુલ ગાંધીનો પણ સમાવેશ થતો હતો. જો કે પક્ષના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આ બેઠકમાં ભાગ લઇ શક્યા ન હતા. કોવિડ-19ના રોગચાળા (COVID PANDEMIC) સામેની લડાઇ એ રાજકીય ભેદભાવોથી ઉપરવટની બાબત છે એ બાબતની નોંધ લેતા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીવ્ર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભારત એક એવી રાજકીય નેતાગીરીથી પંગુ બની ગયું છે જેને લોકો પ્રત્યે કોઇ અનુકંપા નથી. તેમણે એવી પણ માગણી કરી હતી કે સામૂહિક પગલા અને રોગચાળા સામે લડવા માટેની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સંસદીય સ્ટેન્ડિંગ કમિટિઓની બેઠક બોલાવવામાં આવે.

આપણે એ બાબતે સંપૂર્ણ સ્પષ્ટ થઇએ- સિસ્ટમ નિષ્ફળ ગઇ નથી. મોદી સરકાર ભારતની ઘણી શક્તિઓ અને સ્ત્રોતોને રચનાત્મક રીતે વાળી શકી નથી. હું આ ભારપૂર્વક કહું છું… મોદી સરકારે આપણા દેશના લોકોને નિષ્ફળ બનાવ્યા છે એમ સોનિયાએ સાંસદોને કહ્યું હતું.

Most Popular

To Top