ડોન બ્રેડમેન, કિંગ પેલે કે …. ફિટનેસમાં એટલા ગાંધીર ન હતા જેટલા આજે રિકી પોન્ટીંગ, રોનાલ્ડો કે રોજર ફેડરર ગંભીર જ નહી પણ પરફેકટ ફિટનેસના હિમાયતી છે. મોર્ડન સ્પોર્ટસનો કોઇપણ કોચ શારીરિક સુસજ્જતા પર ભાર મુકે છે. હવે સ્પોર્ટસ બારે માસી બની ચૂકયું છે. સાથે સ્પર્ધાત્મક પણ બન્યું છે. વળી ખેલાડીએ સંખ્યાબંધ દેશોમાં રમીને વાતાવરણથી ટેવાવું પડે છે. આથી જ સ્પોર્ટસ અને ફિટનેસ પર્યાય બની ચૂકયા છે. આમ પણ આજનું જનરેશનને મહત્તા તો આપે છે.
પણ હાલ ફિટેનસની ચર્ચા વ્યાપક પ્રમાણમાં થાય છે. ફિટનેસ માપવા માટે બાયો બબલ નવી કવાયત છે. આ તબક્કામાં હોટલથી મેદાન પૂરતું જીવન સિમિત બની જાય છે. આ એક એવી પધ્ધતિ છે જેમાં ક્રિકેટર કોઇને પણ મળી શકતો નથી. આ મોટો પડકાર છે. અહીં સહનશીલતાની આકરી કસોટી થાય છે. સ્વયં કેપ્ટન વિરાટ કોહલીએ ફરિયાદ કરી કે સતત ફિટ રહેવા માટે અને પ્રેરણા ઉભી કરવા માટે બાયો બબલ સાથે મુશ્કેલ છે. અહીં માનસિક દબાવો ઉભા થાય છે. વળી છેલ્લા માસોમાં સંખ્યાબંધ બાયોબબલ માંથી ક્રિકેટરો પસાર થયા છે. ભલે અનિવાર્ય હોય શકે પણ એક આકરી વિધિ છે. ભારત સામેની શ્રેણી પછી ઓસ્ટ્રેલિયાએ દ.આફિકા પ્રવાસે જવાનું કહયું પણ આ બધી કાર્યવાહીઓને કારણે પ્રવાસ જ પડતો મુકાયો. ક્રિકેટરો એકમેકને મળે એ સ્વાભાવિક છે. અક્ષર પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે અઝર પટેલ કયા કયા ક્રિકેટરો સાથે સંક્રમિત એની તપાસ થઇ રહી છે. આથી ક્રિકેટરો સતત દબાવમાં રહે છે.
સંક્રમણો માટે આયોજકો પણ એટલા જ જવાબદાર છે. વાનખેડે સ્ટેડિયમનો ગ્રાઉન્ડ સ્ટાફ પોઝિટિવ છે. ઇવન કોચીંગ સ્ટાફમાં કિરણ મોરે પણ સપડાયો છે. છતાંયે વાનખેડે પર મેચો રમાશે જ એવો આગ્રહ સેવાય રહયો છે. મહારાષ્ટ્રની રાજય સરકારે બાયો બબલની ચુસ્તપણે પાલન કરવાનો આગ્રહ સેવ્યો છે. રાત્રે આઠ વાગ્યા પછીપણ પ્રેકટિસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હાલને તબક્કે અક્ષર પટેલ, નીતિશ રાણા, દેવદત્ત પડ્ડિકલ, કિરણ મોરે, ગ્રાઉન્ડ સ્ટાફની સાથે હવે વિદેશી ક્રિકેટર આરછીબીનો ડેનિયલ સમ્સ પણ જોડાયા છે. જો કે દેવદત્ત પડ્ડીકલનો રિપોર્ટ છેવટે નેગેટિવ આવ્યો છે. છતાયે આઇસોલેશન માંથી મુકત નથી.
આઇસોલેશન એટલે વૈભવી કેદ? તમને જાણીને હેરત થશે પણ એકલતાનો અહેસાસ ન થાય એટલા માટે ક્રિકેટર પરિવારનો ફોટાઓ રાખે છે. આથી માનસિક સંપર્ક જળવાય રહે. આથી જ હેઝલવુડ, માર્શ, ફિલિપ જેવા વિદેશી ખેલાડીઓ લીગ માંથી હટી ગયા છે. સેલેરી સ્ટ્રકચર સારૂ હોવા છતા આ ખેલાડીઓ હટી ગયા એ સ્પષ્ટ કરે છે કે ક્રિકેટરોમાંથી ડર હટયો નથી. અન્ય લીગો કરતા આઇપીએલ છ સાત ઘણો સેલેરી આપે છે. આથી જ વિદેશી ક્રિકેટરો પણ આઇપીએલને વળગી રહયા છે. કોઇપણ લીગમાં જોડાવું સરળ વાત નથી. હવે એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે હવે માત્ર ક્રિકેટ પ્રદર્શનો જ નહી પણ ક્રિકેટરે અનેક પરિબળોની તકેદારી રાખવી પડે છે. ચોથો ટેસ્ટ આવો જ એક પડકાર છે. અખાતી રાયડની કારકિર્દી ચોથો ટેસ્ટની નિષ્ફળતા પછી તળિયે બેઠી છે. હા, ચોથો ટેસ્ટને માપદંડ બનાવી શકાય. પણ કારકિર્દીના ભોગે તો નહી. રોહિત શર્મા કે બુમરાહ સંજોગવસાત નિષ્ફળ રહે તો શું ડ્રોપ કરી દેવાય? ખેલાડી યો યો ટેસ્ટમાં પરફેકટ હોય પણ પરફોમન્સ જ ન હોય તો યોયાની શી કિંમત? રાહુલ તિવરિયા પાસે પરફોમન્સ છે પણ યો યો ટેસ્ટમાં એ વિફળ રહયો. વરૂણ ચક્રર્વીનું પણ આવું જ બન્યું.
બેંગ્લોર, દિલ્હી અને પંજાબ હજી સુધી ટાઇટલ જીત્યા નથી. પરફોમન્સની વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સ હાલ બેસ્ટ છે. એક વાત સ્પષ્ટ કરી લઇએ કે ભલે મુંબઇ ઓન પેપર કે પ્રદર્શનોમાં શ્રેષ્ઠ હોય શકે. પણ આઠે ટીમ વચ્ચે ઝાઝુ અંતર તો નથી જ. ગમે તે ટીમ ગમે ત્યારે જીતી કે હારી શકે છે. આથી બધી જ ટીમોએ એલર્ટ રહેવું પડશે. ક્રિકેટરે હવે માત્ર પરફોમન્સ જ નહીં પણ અનેક પરિબળોની તકેદારી રાખવી પડે છે. ક્રિકેટર યો યો ટેસ્ટમાં વિફળ રહે તો એ ટીમની બહાર થઇ શકે. ક્રિકેટમાં જ નહીં પણ ઇન્ટરનેશનલ સ્પોર્ટસમાં ફિટનેસ સૌથી મહત્વનું પરિબળ છે. પણ તાજેતરના માસોમા કોરોનાને કારણે હવે આઇસોલેશન કે બાયો બબલ પ્રચલિત બન્યા છે. આ કવાયતો કષ્ટદાયક તો છે જ પણ બીજો કોઇ વિકલ્પ જ રહયો નથી.