નવી દિલ્હી: વર્લ્ડ ફેમસ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ (Cristiano Ronaldo) YouTube પર પોતાની ચેનલ શરૂ કરીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા, બુધવારે રોનાલ્ડોએ યુટ્યુબ પર પોતાની ચેનલ શરૂ કરી હતી. દરમિયાન ચેનલ શરુ થતાની સાથે જ રોનાલ્ડોના ફેન્સએ તેમને એટલી ઝડપે ફોલો કરવાનું શરુ કર્યુ કે તરત જ યુટ્યુબના ઘણા રેકોર્ડ્સ રોનાલ્ડોના નામે થઇ ગયા હતા.
અસલમાં બે દિવસ પહેલા 21 ઓગસ્ટના રોજ રોનાલ્ડોએ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. ત્યારે રોનાલ્ડોની ચેનલને 90 મિનિટમાં 10 લાખથી વધુ એટલે કે 1.69 મિલિયન ફોલોઅર્સે સબ્સ્ક્રાઇબ કરી લીધી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. એટલું જ નહીં ત્યાર પછીના માત્ર 24 કલાકમાં રોનાલ્ડોની ચેનલે વધુ એક રેકોર્ડ તોડ્યો હતો. રોનાલ્ડોની ચેનલને 24 કલાકમાં 10 મિલિયન સબસ્ક્રાઇબર્સે ફોલો કરી હતી, ત્યારે જણાવી દઇયે કે આ સંખ્યા હજ સુધી ઝડપથી વધી રહી છે અને હવે 12 મિલિયનનો આંકડો પણ પાર થઇ ગયો છે. રોનાલ્ડોએ 24 કલાકની અંદર YouTubeના તમામ પ્લે બટન મેળવી લીધા હતા.
કાઈલી જેનરે બૂયાન્સને પાછળ છોડીને રેકોર્ડ બનાવ્યો
કાઈલી જેનરે સોશિયલ મીડિયા પર એક સાથે ફેમ અને બદનામી બંને જોયા છે. તેમજ કાઈલીએ માત્ર 20 વર્ષની ઉંમરે માતા બનવાનો નિર્ણય લઇને તેણીના બધા ફેન્સને ચોંકાવી દીધા હતા. તેણીએ વર્ષ 2018માં પ્રથમ દિકરી સ્ટોર્મીને જન્મ આપ્યો હતો. પોતાની દિકરીની પોસ્ટ કાયલીએ ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. આ પોસ્ટને લગભગ 18 મિલિયન લાઈક્સ મળી હતી. જે ઇન્ટાગ્રામ ઉપર તત્કાલીન રેકોર્ડ હતો.
કાઇના રેકોર્ડ બાદ કાઈલીને પાછળ છોડીને બેયોન્સે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવવા અને કાઈલી જેનરને પાછળ છોડવાના ઉદ્દેશ્ય સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર ઈંડાની પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટે કાયલીનો રેકોર્ડ તોડી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને 61 મિલિયન લાઈક્સ મેળવી હતી.
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ
જણાવી દઇયે કે રોનાલ્ડો એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમણે ફોલોઅર્સની બાબતમાં સોશિયલ મીડિયા પર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા. તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 676 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારે ઇન્ટા હેન્ડલ ઉપર સૌથી ફોલોવર્સ મેળવવાની બાબતે રોનાલ્ડો બાદ ફૂટબોલર મેસ્સીનું નામ બીજા નંબર પર આવે છે. મેસ્સીના ઇન્ટા હેન્ડલ ઉપર 504 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારે સેલેના ગોમેઝ 425 મિલિયન ફોલોઅર્સ અને કાઈલી જેનર 398 મિલિયન ફોલોઅર્સ સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા નંબર પર છે.