National

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે અકસ્માતમાં 17ના મોત, 110 ફ્લાઈટ અને 50 ટ્રેનો પ્રભાવિત

નવી દિલ્હી: ડિસેમ્બના (December) અંતમાં ગાઢ ધુમ્મસએ (Smog) લગભગ અડધા દેશને ઘેરી લીધુ છે. ત્યારે આ ધુમ્મસથી ઉત્તર અને મધ્ય ભારતના (North and Central India) વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. તેમજ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. દરમિયાન બુધવારે (Wednesday) મોડી રાત્રેથી સવારના સમય સુધી મોટાભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી (Visibility) શૂન્ય રહી હતી. જેના કારણે અકસ્માતોની (Accident) સંખ્યામાં વધારો થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવાર રાતથી ગુરુવારની સવાર સુધીમાં ઉત્તર પ્રદેશથી લઈને પંજાબ અને રાજસ્થાનમાં થયેલા અકસ્માતોમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓછામાં ઓછા 46 લોકો ઘાયલ થયા છે. જેમાં 38 યુપીના છે. ધુમ્મસને કારણે હિલચાલની ગતિ પણ ધીમી પડી હતી. દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે 12 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. જ્યારે 110થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી. 50 ટ્રેનો નિર્ધારિત કરતા મોડી દોડી હતી.

યુપીમાં 12ના મોત
ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે સવારમાં મુસાફરી કરવી જોખમી બની ગઈ છે. તેમજ ગાઢ ધુમ્મસના કારણે પાછલા 24 કલાકમાં થયેલા અકસ્માતોમાં સૌથી વધુ 12 મૃત્યુ માત્ર યુપીમાં થયા છે. આ સાથે જ રાજસ્થાનમાં ત્રણ અને પંજાબમાં બે પોલીસકર્મીઓના મોત થયા છે.

એક્સપ્રેસ વે ઉપર થયેલા અકસ્માતમાં 6ના મોત 25 ઘાયલ
લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટ્રક સાથે બાઇક અથડાતાં પિતા-પુત્રનું મોત થયું હતું. તે જ સમયે, સ્લીપર બસ કન્ટેનર સાથે અથડાયા બાદ બે બસ અને બે કાર વચ્ચેની અથડામણમાં એક મહિલા મુસાફરનું મોત થયું હતું. 25 ઘાયલ છે. બાગપતમાં એક્સપ્રેસ વે પર એક પ્રવાસીએ ટ્રકને ટક્કર મારી હતી, જેમાં બે મહિલાઓના મોત થયા હતા. મેરઠમાં, બીજેપીના મહાનગર મહાસચિવ રાજકુમાર સોનકર, જે સ્કૂટર પર સવાર હતા, તેમને એક વાહને ટક્કર મારી હતી, પરિણામે તેમનું મૃત્યુ થયું હતું.

આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી એરપોર્ટ પર વિઝિબિલિટી 50 મીટરથી ઓછી હતી. બુધવારે સવારે રનવે વિઝિબિલિટીના અભાવે 12 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ સાથે જ એર ઈન્ડિયાએ ફોગકેર પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં મુસાફરો કોઈપણ વધારાના ચાર્જ વિના મુસાફરીની તારીખ બદલી શકે છે અથવા ટિકિટ કેન્સલ કરી શકે છે.

Most Popular

To Top