ગાંધીનગર : આવતીકાલે અમદાવાદ – ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત (North Gujarat) તથા મધ્ય ગુજરાતમાં (Central Gujarat) 93 બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ભાજપના(BJP) સ્ટાર પ્રચારકો પણ મતદાન (Voting) કરશે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં રાણીપમા નિશાન સ્કીલમાં મતદાન કરશે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ અમદાવાદમાં નારણપુરા, કામેશ્વર મહાદેવની બાજુમાં, મનપાની સબ ઝોલન ઓફિસમાં, સીએમ ભૂપેન્દ્ર પટેલ શીલજમાં પ્રાથમિક શાળામાં, પૂર્વ ડે સીએમ નીતિન પટેલ કડી ખાતે કડી પ્રાથમિક શાળામાં મતદાન કરશે. ભાજપના પઢ નેતા સુરેન્દ્ર પટેલ (કાકા) ચીમનભાઈ પટેલ સ્કીલ એસજી હાઈવે પર મતદાન કરશે. એકંદરે ભાજપના 49 જેટલા સ્ટાર નેતાઓ મતદાન કરવા જશે.
કોંગીના સીનીયર નેતાઓ મતદાન કરશે
આવતીકાલે કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ મતદાન કરવા જશે, જેમાં પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર નરોડા – કન્યા શાળામાં, સુખરામ રાઠવા પ્રાથમિક શાળા જામબી ગામ – છોટા ઉદેપુર , ભરતસિંહ સોલંકી દેદરડા, સિદ્ધાર્થ પટેલ ડભોઈ, શકિત્તસિંહ ગોહિલ સેકટર – 20 ગાંધીનગર, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડા કેશવ પ્રાથમિક શાળા આંકલાવ, ડૉ મનીષ દોશી – અમદાવાદ ઈન્ટર નેશનલ ન્યૂઝ – બોડકદેવ , શૈલેષ પરમાર વાડજ – અમદાવાદમાં મતદાન કરશે.
મતદાન માટે 1.13 લાખ અધિકારીઓ-કર્મચારીઓ ફરજ પર તહેનાત
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ આજે વહેલી સવારથી જિલ્લાના ડિસ્પેચ મથકો પરથી પોતાને ફાળવાયેલા ઇવીએમ અને મતદાન સામગ્રી લઈને પોતપોતાની ફરજના મતદાન મથકો પર જવા રવાના થઈ ગયા છે. આવતીકાલ તા. 5 મી ડિસેમ્બરે 14 જિલ્લામાં 93 બેઠકો માટે 26,409 મતદાન મથકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 1,13,325 કર્મચારી-અધિકારી ફરજ બજાવી રહ્યા છે. જેમાં 29,062 પ્રિસાઇડિંગ ઓફિસર અને 84,263 પોલિંગ સ્ટાફ છે. મતદાનના આગળના દિવસે, રવિવારે જ આ તમામ સ્ટાફ પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે.
અધિકારીઓ,કર્મચારીઓ પોતાની અંગત જવાબદારીઓ બાજુએ મૂકી
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ ટેકનોલોજીમાં મદદનીશ પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા નિમિષાબેન પાઠક પતિના અવસાન પછી પરિવારની સઘળી જવાબદારી સંભાળી રહ્યાં છે. આજે ઘરે દિકરીના સગપણનો પ્રસંગ હતો. આ કારણ આગળ ધરીને તેઓ ચૂંટણીની ફરજમાંથી મુક્તિ મેળવી શક્યા હોત, પણ તેમણે આમ ન કર્યું. એટલું જ નહીં, આજે દિકરીની સગાઈ પતાવીને સીધા જ તેઓ અકોટા વિધાનસભા મત વિભાગમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની લોકશાહીના આ મહાપર્વની પોતાની ફરજમાં જોડાઈ ગયા છે. નિમિષાબેન પાઠક તો એક ઉદાહરણમાત્ર છે. આવા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતપોતાની અંગત જવાબદારીઓને બાજુએ મૂકીને ઉત્સાહપૂર્વક ચૂંટણી કામગીરીમાં જોડાઈ ગયા છે.