Entertainment

અભદ્ર શબ્દોના વિવાદમાં ફસાયું નોરા ફતેહીનું ગીત, યુટ્યુબ પરથી હટાવાયું

બોલિવુડ એક્ટ્રેસ Nora Fatehiનું આઈટમ સોન્ગ ‘સરકે ચુનર તેરી સરકે’ રિલીઝ થતાં જ ભારે વિવાદમાં આવી ગયું છે. Sanjay Dutt અને નોરા ફતેહી પર ફિલ્માવાયેલ આ ગીત પર અશ્લીલતા ફેલાવવાના આક્ષેપો લાગતા, મેકર્સે ગીતનું હિન્દી વર્ઝન સત્તાવાર રીતે યુટ્યુબ પરથી હટાવી દીધું છે. ગીતના અભદ્ર શબ્દો અને વિઝ્યુઅલ્સને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ ગીતને ગાયિકા મંગલીએ ગાયું છે અને લિરિક્સ Raqueeb Alam દ્વારા લખાયા છે. જોકે, હિન્દી વર્ઝન દૂર કરવામાં આવ્યું હોવા છતાં, આ ગીત હજુ પણ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં યુટ્યુબ પર ઉપલબ્ધ છે, જેને લઈને લોકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે.

વિવાદને ગંભીરતા મળતા National Human Rights Commissionએ પણ મામલાની નોંધ લઈને નોટિસ પાઠવી છે. બીજી તરફ, એક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને વકીલે દિલ્હી પોલીસની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી, જેમાં ગીતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવવાની અને સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગીત ડબલ મિનિંગ લિરિક્સ દ્વારા અશ્લીલતા પ્રસારિત કરે છે અને યુવાનો પર નકારાત્મક અસર પાડી શકે છે. આ સાથે જ ડાયરેક્ટર પ્રેમ, મ્યુઝિક કમ્પોઝર અર્જુન જાન્યા અને ગાયિકા મંગલી સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મામલો Central Board of Film Certification સુધી પણ પહોંચ્યો છે. વિવાદ ઉગ્ર બનતા Nora Fatehiએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ આ ગીતનો વીડિયો હટાવી દીધો છે. હજુ સુધી ફિલ્મના મેકર્સ અથવા સ્ટારકાસ્ટ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે વિવાદ વધ્યા બાદ ગીતકાર રકીબ આલમે સોશિયલ મીડિયા પર પોસ્ચૉટ કરી માફી માંગી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “હું આ ગીત પર વધતા વિવાદનો ઉકેલ લાવવા માંગુ છું. મને લાગે છે કે એ સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે ગીતનો દરેક શબ્દ ફિલ્મના ડાયરેકટરે લખ્યો હતો. આ મૂળ કન્નડ ગીતોનો અનુવાદ છે. મેં ફક્ત મૂળ ગીતોનો અનુવાદ કર્યો છે, જો ગીતના શબ્દોને લીધે મેં કોઈને નારાજ કર્યા હોય, કે કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. મારો ઇરાદો ક્યારેય કોઈને નારાજ કરવાનો નહોતો.”

આ દરમિયાન ગીતને લઈને સેલેબ્સની ટીકા પણ સામે આવી રહી છે. અરમાન મલિકે સોશિયલ મીડિયા પર આ ગીતને લઈને નિશાન સાધતા તેને ગીત-લેખન ક્ષેત્રમાં “પતનનું નવું ઉદાહરણ” ગણાવ્યું છે. સાથે જ હરભજન સિંધે પણ ગીતના કન્ટેન્ટનો કડક વિરોધ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે નોરાના ડાન્સ સ્ટેપ્સ અને એક્સપ્રેશન્સ અત્યંત વલ્ગર છે, જે યુવાનો પર નકારાત્મક અસર પાડી શકે છે.

Most Popular

To Top