Entertainment

93મા ઑસ્કાર એવોર્ડમાં ‘નોમેડલેન્ડ’એ બેસ્ટ પિક્ચર સહિત 3 કેટેગરીમાં જીત મેળવી

નવી દિલ્હી: પ્રિયંકા ચોપડાને 93મા ઑસ્કર અવોર્ડ સેરેમનીમાં નિરાશા હાથ લાગી હતી. તેની ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ બેસ્ટ અડોપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નોમિનેટ થઇ હતી, પરંતુ આ કેટેગરીમાં આ અવોર્ડ ‘ધ ફાધર’ને મળ્યો હતો. 93મા ઑસ્કર અવોર્ડ્સ હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં જાહેર કરવામાં આવ્યા હતા.

આ સેરેમનીમાં નોમેડલેન્ડની બોલબાલા જોવા મળી હતી. ફિલ્મે બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટ્રેસ(ફ્રાન્સિસ મેકડોરમેંડ) અને બેસ્ટ ડિરેક્શન(ક્લો ઝાઓ) એમ ત્રણ અવોર્ડ પોતાને નામે કર્યા હતા. બેસ્ટ એક્ટરનો અવોર્ડ 83 વર્ષીય એન્થની હોપકિન્સે ફિલ્મ ‘ફાધર’ માટે જીત્યો હતો. તેઓ આ કેટેગરીમાં અવોર્ડ જીતનાર સૌથી મોટી વયના વ્યક્તિ બની ગયા છે. આ અગાઉ 2011માં ક્રિસ્ટોફર પ્લમરે 82 વર્ષની ઉંમરે આ અવોર્ડ ‘બિગનિંગ’ માટે પોતાના નામે કર્યો હતો.

73 વર્ષીય સાઉથ કોરિયન એક્ટ્રેસ યુહ-જુંગ યુને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ જીતી ઈતિહાસ રચ્યો છે. આ અવોર્ડ જીતનારા તે સાઉથ કોરિયાના પ્રથમ અને એશિયાની બીજી એક્ટ્રેસ બની ગયા છે. એશિયામાં પ્રથમ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઑસ્કર અવોર્ડ જાપાની-અમેરિકન એક્ટ્રેસ અને સિંગર મિયોશી ઉમેકીએ 1958માં ફિલ્મ ‘સાયોનારા’ માટે મળ્યો હતો.

ભારતીય અમેરિકન સંગીત નિર્માતા સાવન કોટેચાને ‘યુરોવિઝન સોંગ કોન્ટેસ્ટ: ધ સ્ટોરી ઑફ ફાયર સાગા’ ફિલ્મના ગીત ‘હુસાવિક’ માટે ઓરીજનલ સોંગ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મ ‘જુડાસ એન્ડ ધ બ્લેક ક્રિસ્ટ’ના ‘ફાઇટ ફોર યુ’ ગીતે આ કેટેગરીમાં જીત મેળવી હતી. આ વખતે કોરોના મહામારીના કારણે ઑસ્કર સમારોહ ખૂબ નાના રૂપે રાખવામાં આવ્યો હતો. આ સમારોહને 225 દેશોમાં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ સમારોહ ‘નો માસ્ક નીતિ’ સાથે યોજાયો હતો.

કેટેગરીવિજેતાફિલ્મ
બેસ્ટ એક્ટર (લીડિંગ રોલ)એન્થની હોપકિન્સધ ફાધર
બેસ્ટ પિક્ચરનોમેડલેન્ડ
બેસ્ટ ફિલ્મ એડિટિંગમિક્કેલ ઈ જી નિએલ્સનસાઉન્ડ ઓફ મેટલ
બેસ્ટ ડિરેક્શનક્લો ઝાઓનોમેડલેન્ડ
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મઅનોધર રાઉન્ડ

Most Popular

To Top