આપણને લાગે કે કોવિડ-19 સામેની લડાઇ રસીની પ્રાપ્તિ માટે અને કોને પહેલાં, કોને પછી અને કઇ કિંમતે મળે તે બાબતમાં હશે પણ મહામારીનું બીજું મોજું જેમ રાક્ષસી સ્વરૂપ ધારણ કરતું જાય છે તેમ આપણને લાગે છે કે તે જે છે તેનાથી અનેકગણું વધુ છે. અલબત્ત સત્તાવાળાઓએ તેમની વ્યૂહરચના અવરનવર બદલી છે જેને કારણે ગુંચવાડો પેદા થાય છે, પણ આશા એવી રાખીએ કે જેમને રસી લેવી છે તે તમામને તક મળે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર સુધીમાં 216 કરોડ રસીની પ્રાપ્તિનું વચન આપ્યું છે જેથી પુખ્ત વયનાં તમામ લોકોને રસી મૂકી શકાય.
ઓકિસજનની તંગી, હોસ્પિટલની સારવાર અને દવાની તંગી વગેરેને કારણે જે હાલત થઇ હતી તેની યાદને કારણે ઘણાં લોકો હતાશ થશે તે સંજોગોમાં સરકારની આ જાહેરાત ઘણી મહત્ત્વાકાંક્ષી લાગે. આથી બજારમાં રસીનો પુરવઠો વધારવા માટે કેન્દ્ર સરકારે 50/50નું મોડેલ સૂચિત કર્યું છે. જેમાં કોવેકિસન અને કોવીશીલ્ડ રસીનો અડધોઅડધ જથ્થો સરકારી ભંડોળમાં જમા થાય અને તે રાજ્યોને ફાળવવામાં આવે અને બાકીનો અડધો જથ્થો ખાનગી ઉત્પાદકો પાસેથી લઇ ખાનગી હોસ્પિટલો અને રાજય સરકારોને ખુલ્લા બજારમાં વેચવો. આની કિંમત કેન્દ્ર સરકારને અપાનારા જથ્થાની કિંમતથી અલગ હશે. છતાં કેન્દ્ર સરકારે આશા રાખી છે કે તેનાથી ખાનગી કંપનીઓને ઉત્પાદનનું પ્રોત્સાહન મળશે અને ઉત્પાદન વધશે. પણ રાજયોને વિદેશી કંપનીઓ પાસેથી રસી સીધા જ મંગાવવામાં મુશ્કેલી પડે છે. 18 થી 44 વર્ષની વચ્ચેનાં તમામ નાગરિકોને તા. 1 લી મે થી રસી મૂકવાની મંજૂરી આપવામાં આવતાં 45 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને રસી મૂકાઇ જાય તે પહેલાં રસી મૂકાવવા 45 વર્ષથી ઓછી વયની યુવા પેઢીનો ધસારો વધી ગયો. પરિણામે રાજ્યોમાંથી રસી ખલાસ થઇ ગઇ અને રસીકરણ ઝુંબેશ અટકી ગઇ.
આ ગૂંચવાડો અને ધસારો ટાળી શકાયો હોત? હા. દરેકને ખબર હતી કે રસીનો પુરવઠો હજી તૈયાર ન હતો. તા. 16 મી જાન્યુઆરીથી રસીકરણ ઝુંબેશ શરૂ થઇ ત્યારે સૌ પ્રથમ આરોગ્યકર્મીઓને લાભ અપાયો. પછી ફ્રંટલાઇન કાર્યકરો અને પછી 60 વર્ષથી ઉપરના અને પછી 45 વર્ષથી વધુ ઉંમરના એકથી વધુ રોગોવાળા લોકોનો વારો આવ્યો. અચાનક કેન્દ્રને વિચાર આવ્યો કે તેણે હવે પછીના વય જૂથને રસી આપવાની છૂટ આપવી જોઇએ. આથી ભારતનાં વધુ બાવન કરોડ લોકો માટે રસીકરણના દ્વાર રાતોરાત ખૂલી ગયાં અને તે પહેલાં કોઇએ જોયું પણ નહીં કે રસી પૂરતા પ્રમાણમાં છે કે નહીં. ઘણાં રાજયો આ રસીને બગડતી રોકી શકયા નહીં કારણ કે રસીની બોટલ જયારે ખોલવામાં આવે ત્યારે પૂરતા લોકો રસી લેવા હાજર ન હતાં અથવા તેની સાચવણીમાં બેદરકારી રાખવામાં આવી. આથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું કે એક પણ ડોઝ વેડફવાનો અર્થ છે કે જીવનને રક્ષણ આપવાની અસમર્થતા છે. રસીનો બગાડ અટકાવવાનું મહત્ત્વનું છે.
આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો ભારતમાં અત્યાર સુધીમાં રસીના 46 લાખ ડોઝ જાન્યુઆરીથી શરૂ થયેલી રસીકરણની ઝુંબેશમાં વેડફાયા છે. આ આંકડો કંઇ નાનોસૂનો નથી. કેટલાંય લોકોને રસી આપી શકાઇ હોત. તેનાથી મોટી સમસ્યા એ છે કે કોવિડ એ માત્ર શહેરનો જ ફેલાતો રોગચાળો છે એવી અક્કલ વગરની માન્યતાથી પ્રેરાઇને ગ્રામજનો તેનો જોરદાર વિરોધ કરે છે તે છે. કેટલાંક લોકો એમ માને છે કે નવી સ્પેકટ્રમ ટેકનોલોજીના પ્રયોગ માટેના 5-જી ટાવર કોરોનાનો રોગ ફેલાવે છે. આથી જ જયારે સરકાર દાવો કરે છે કે 216 કરોડ ડોઝ રસી ડિસેમ્બર સુધીમાં પ્રાપ્ય થશે ત્યારે ઝાઝો વિશ્વાસ જાગતો નથી. કોરોનાની રસી એ મોતની રસી છે એવું ખુલ્લેઆમ કહેતાં ઘણાં લોકો ભારતમાં છે. આરોગ્યકર્મીઓ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં રસી મૂકવા ગયા ત્યારે ગામના લોકો સર્યૂ નદીમાં કૂદી પડયાં.તામિલનાડમાં જાણીતા હાસ્ય કલાકાર વિવેક રસી લીધાના બે દિવસમાં હૃદય રોગથી મરણ પામ્યો હતો તેને ટાંકીને ઘણા સ્થળે લોકોએ રસી લેવાનો ઇન્કાર કર્યો છે.
રાજસ્થાનમાં અજમેરથી 14 કિલોમીટર દૂર કેસરપુરા ગામમાં 15 જણા કોવિડથી મરણ પામ્યાં. 1300 લોકોની વસ્તીના આ ગામમાં રસીનો જથ્થો લઇ રાજય સરકારના આરોગ્યકર્મીઓ ધસી ગયા, પણ એક પણ ગ્રામવાસી રસી લેવા આગળ આવ્યો નહીં. માત્ર એક આરોગ્યકર્મીએ રસી લીધી. બિહારમાં ગ્રામજનોએ પોતાને રસી મૂકવા આવેલા આરોગ્યકર્મીઓને તેમની આજીજી છતાં બળપૂર્વક તગેડી મૂકયા. મહારાષ્ટ્રના શાહપુર, ભીવંડી, પાલઘર અને થાણેનાં આદિવાસી લોકો રસી લેવામાં હજી ખંચકાટ અનુભવે છે અને રસી લેવાથી બચવા જંગલમાં ભાગી ગયા હતા. કર્ણાટકમાં માયસર, કોદાગુ અને ચામરાજનગર જિલ્લાના આદિવાસીઓ પણ રસી લેવાનો ઇન્કાર કરે છે. રસી કેન્દ્રો દરેક વાયલ ખોલ્યા પછી રસી લેવા કમમાં કમ દસ માણસો આવે તેની રાહ જુએ છે. ત્યાં રસીની કે કેસ્ટીંગ કિટની કોઇ તંગી ન હોવા છતાં રસી લેવામાં ખંચકાટથી સર્જાયેલી કટોકટી દૂર કરવા શું કરવું? જયાં સુધી આ સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી રસીની માંગ નહીં વધે. રસી લેવામાં ખંચકાટ અનુભવતાં લોકોની ચિંતા વાજબી હશે અથવા તેઓ એ સમાજના હશે જેમને તબીબી જ્ઞાન પર ભરોસો નથી પણ તેનો એક જ ઉકેલ છે. આપણે સૌ ભારતીયોએ એકતા બુલંદ સૂરે કહેવું પડશે રસીનો બગાડ નહીં. ઇન્કાર નહીં.
આપણને લાગે કે કોવિડ-19 સામેની લડાઇ રસીની પ્રાપ્તિ માટે અને કોને પહેલાં, કોને પછી અને કઇ કિંમતે મળે તે બાબતમાં હશે પણ મહામારીનું બીજું મોજું જેમ રાક્ષસી સ્વરૂપ ધારણ કરતું જાય છે તેમ આપણને લાગે છે કે તે જે છે તેનાથી અનેકગણું વધુ છે. અલબત્ત સત્તાવાળાઓએ તેમની વ્યૂહરચના અવરનવર બદલી છે જેને કારણે ગુંચવાડો પેદા થાય છે, પણ આશા એવી રાખીએ કે જેમને રસી લેવી છે તે તમામને તક મળે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર સુધીમાં 216 કરોડ રસીની પ્રાપ્તિનું વચન આપ્યું છે જેથી પુખ્ત વયનાં તમામ લોકોને રસી મૂકી શકાય. ઓકિસજનની તંગી, હોસ્પિટલની સારવાર અને દવાની તંગી વગેરેને કારણે જે હાલત થઇ હતી તેની યાદને કારણે ઘણાં લોકો હતાશ થશે તે સંજોગોમાં સરકારની આ જાહેરાત ઘણી મહત્ત્વાકાંક્ષી લાગે. આથી બજારમાં રસીનો પુરવઠો વધારવા માટે કેન્દ્ર સરકારે 50/50નું મોડેલ સૂચિત કર્યું છે. જેમાં કોવેકિસન અને કોવીશીલ્ડ રસીનો અડધોઅડધ જથ્થો સરકારી ભંડોળમાં જમા થાય અને તે રાજ્યોને ફાળવવામાં આવે અને બાકીનો અડધો જથ્થો ખાનગી ઉત્પાદકો પાસેથી લઇ ખાનગી હોસ્પિટલો અને રાજય સરકારોને ખુલ્લા બજારમાં વેચવો. આની કિંમત કેન્દ્ર સરકારને અપાનારા જથ્થાની કિંમતથી અલગ હશે. છતાં કેન્દ્ર સરકારે આશા રાખી છે કે તેનાથી ખાનગી કંપનીઓને ઉત્પાદનનું પ્રોત્સાહન મળશે અને ઉત્પાદન વધશે. પણ રાજયોને વિદેશી કંપનીઓ પાસેથી રસી સીધા જ મંગાવવામાં મુશ્કેલી પડે છે.
18 થી 44 વર્ષની વચ્ચેનાં તમામ નાગરિકોને તા. 1 લી મે થી રસી મૂકવાની મંજૂરી આપવામાં આવતાં 45 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને રસી મૂકાઇ જાય તે પહેલાં રસી મૂકાવવા 45 વર્ષથી ઓછી વયની યુવા પેઢીનો ધસારો વધી ગયો. પરિણામે રાજ્યોમાંથી રસી ખલાસ થઇ ગઇ અને રસીકરણ ઝુંબેશ અટકી ગઇ. આ ગૂંચવાડો અને ધસારો ટાળી શકાયો હોત? હા. દરેકને ખબર હતી કે રસીનો પુરવઠો હજી તૈયાર ન હતો. તા. 16 મી જાન્યુઆરીથી રસીકરણ ઝુંબેશ શરૂ થઇ ત્યારે સૌ પ્રથમ આરોગ્યકર્મીઓને લાભ અપાયો. પછી ફ્રંટલાઇન કાર્યકરો અને પછી 60 વર્ષથી ઉપરના અને પછી 45 વર્ષથી વધુ ઉંમરના એકથી વધુ રોગોવાળા લોકોનો વારો આવ્યો. અચાનક કેન્દ્રને વિચાર આવ્યો કે તેણે હવે પછીના વય જૂથને રસી આપવાની છૂટ આપવી જોઇએ. આથી ભારતનાં વધુ બાવન કરોડ લોકો માટે રસીકરણના દ્વાર રાતોરાત ખૂલી ગયાં અને તે પહેલાં કોઇએ જોયું પણ નહીં કે રસી પૂરતા પ્રમાણમાં છે કે નહીં. ઘણાં રાજયો આ રસીને બગડતી રોકી શકયા નહીં કારણ કે રસીની બોટલ જયારે ખોલવામાં આવે ત્યારે પૂરતા લોકો રસી લેવા હાજર ન હતાં અથવા તેની સાચવણીમાં બેદરકારી રાખવામાં આવી. આથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું કે એક પણ ડોઝ વેડફવાનો અર્થ છે કે જીવનને રક્ષણ આપવાની અસમર્થતા છે. રસીનો બગાડ અટકાવવાનું મહત્ત્વનું છે.
આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો ભારતમાં અત્યાર સુધીમાં રસીના 46 લાખ ડોઝ જાન્યુઆરીથી શરૂ થયેલી રસીકરણની ઝુંબેશમાં વેડફાયા છે. આ આંકડો કંઇ નાનોસૂનો નથી. કેટલાંય લોકોને રસી આપી શકાઇ હોત. તેનાથી મોટી સમસ્યા એ છે કે કોવિડ એ માત્ર શહેરનો જ ફેલાતો રોગચાળો છે એવી અક્કલ વગરની માન્યતાથી પ્રેરાઇને ગ્રામજનો તેનો જોરદાર વિરોધ કરે છે તે છે. કેટલાંક લોકો એમ માને છે કે નવી સ્પેકટ્રમ ટેકનોલોજીના પ્રયોગ માટેના 5-જી ટાવર કોરોનાનો રોગ ફેલાવે છે. આથી જ જયારે સરકાર દાવો કરે છે કે 216 કરોડ ડોઝ રસી ડિસેમ્બર સુધીમાં પ્રાપ્ય થશે ત્યારે ઝાઝો વિશ્વાસ જાગતો નથી. કોરોનાની રસી એ મોતની રસી છે એવું ખુલ્લેઆમ કહેતાં ઘણાં લોકો ભારતમાં છે. આરોગ્યકર્મીઓ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં રસી મૂકવા ગયા ત્યારે ગામના લોકો સર્યૂ નદીમાં કૂદી પડયાં.તામિલનાડમાં જાણીતા હાસ્ય કલાકાર વિવેક રસી લીધાના બે દિવસમાં હૃદય રોગથી મરણ પામ્યો હતો તેને ટાંકીને ઘણા સ્થળે લોકોએ રસી લેવાનો ઇન્કાર કર્યો છે. રાજસ્થાનમાં અજમેરથી 14 કિલોમીટર દૂર કેસરપુરા ગામમાં 15 જણા કોવિડથી મરણ પામ્યાં. 1300 લોકોની વસ્તીના આ ગામમાં રસીનો જથ્થો લઇ રાજય સરકારના આરોગ્યકર્મીઓ ધસી ગયા, પણ એક પણ ગ્રામવાસી રસી લેવા આગળ આવ્યો નહીં. માત્ર એક આરોગ્યકર્મીએ રસી લીધી.
બિહારમાં ગ્રામજનોએ પોતાને રસી મૂકવા આવેલા આરોગ્યકર્મીઓને તેમની આજીજી છતાં બળપૂર્વક તગેડી મૂકયા. મહારાષ્ટ્રના શાહપુર, ભીવંડી, પાલઘર અને થાણેનાં આદિવાસી લોકો રસી લેવામાં હજી ખંચકાટ અનુભવે છે અને રસી લેવાથી બચવા જંગલમાં ભાગી ગયા હતા. કર્ણાટકમાં માયસર, કોદાગુ અને ચામરાજનગર જિલ્લાના આદિવાસીઓ પણ રસી લેવાનો ઇન્કાર કરે છે. રસી કેન્દ્રો દરેક વાયલ ખોલ્યા પછી રસી લેવા કમમાં કમ દસ માણસો આવે તેની રાહ જુએ છે. ત્યાં રસીની કે કેસ્ટીંગ કિટની કોઇ તંગી ન હોવા છતાં રસી લેવામાં ખંચકાટથી સર્જાયેલી કટોકટી દૂર કરવા શું કરવું? જયાં સુધી આ સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી રસીની માંગ નહીં વધે. રસી લેવામાં ખંચકાટ અનુભવતાં લોકોની ચિંતા વાજબી હશે અથવા તેઓ એ સમાજના હશે જેમને તબીબી જ્ઞાન પર ભરોસો નથી પણ તેનો એક જ ઉકેલ છે. આપણે સૌ ભારતીયોએ એકતા બુલંદ સૂરે કહેવું પડશે રસીનો બગાડ નહીં. ઇન્કાર નહીં.
આપણને લાગે કે કોવિડ-19 સામેની લડાઇ રસીની પ્રાપ્તિ માટે અને કોને પહેલાં, કોને પછી અને કઇ કિંમતે મળે તે બાબતમાં હશે પણ મહામારીનું બીજું મોજું જેમ રાક્ષસી સ્વરૂપ ધારણ કરતું જાય છે તેમ આપણને લાગે છે કે તે જે છે તેનાથી અનેકગણું વધુ છે. અલબત્ત સત્તાવાળાઓએ તેમની વ્યૂહરચના અવરનવર બદલી છે જેને કારણે ગુંચવાડો પેદા થાય છે, પણ આશા એવી રાખીએ કે જેમને રસી લેવી છે તે તમામને તક મળે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર સુધીમાં 216 કરોડ રસીની પ્રાપ્તિનું વચન આપ્યું છે જેથી પુખ્ત વયનાં તમામ લોકોને રસી મૂકી શકાય.
ઓકિસજનની તંગી, હોસ્પિટલની સારવાર અને દવાની તંગી વગેરેને કારણે જે હાલત થઇ હતી તેની યાદને કારણે ઘણાં લોકો હતાશ થશે તે સંજોગોમાં સરકારની આ જાહેરાત ઘણી મહત્ત્વાકાંક્ષી લાગે. આથી બજારમાં રસીનો પુરવઠો વધારવા માટે કેન્દ્ર સરકારે 50/50નું મોડેલ સૂચિત કર્યું છે. જેમાં કોવેકિસન અને કોવીશીલ્ડ રસીનો અડધોઅડધ જથ્થો સરકારી ભંડોળમાં જમા થાય અને તે રાજ્યોને ફાળવવામાં આવે અને બાકીનો અડધો જથ્થો ખાનગી ઉત્પાદકો પાસેથી લઇ ખાનગી હોસ્પિટલો અને રાજય સરકારોને ખુલ્લા બજારમાં વેચવો. આની કિંમત કેન્દ્ર સરકારને અપાનારા જથ્થાની કિંમતથી અલગ હશે. છતાં કેન્દ્ર સરકારે આશા રાખી છે કે તેનાથી ખાનગી કંપનીઓને ઉત્પાદનનું પ્રોત્સાહન મળશે અને ઉત્પાદન વધશે. પણ રાજયોને વિદેશી કંપનીઓ પાસેથી રસી સીધા જ મંગાવવામાં મુશ્કેલી પડે છે. 18 થી 44 વર્ષની વચ્ચેનાં તમામ નાગરિકોને તા. 1 લી મે થી રસી મૂકવાની મંજૂરી આપવામાં આવતાં 45 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને રસી મૂકાઇ જાય તે પહેલાં રસી મૂકાવવા 45 વર્ષથી ઓછી વયની યુવા પેઢીનો ધસારો વધી ગયો. પરિણામે રાજ્યોમાંથી રસી ખલાસ થઇ ગઇ અને રસીકરણ ઝુંબેશ અટકી ગઇ.
આ ગૂંચવાડો અને ધસારો ટાળી શકાયો હોત? હા. દરેકને ખબર હતી કે રસીનો પુરવઠો હજી તૈયાર ન હતો. તા. 16 મી જાન્યુઆરીથી રસીકરણ ઝુંબેશ શરૂ થઇ ત્યારે સૌ પ્રથમ આરોગ્યકર્મીઓને લાભ અપાયો. પછી ફ્રંટલાઇન કાર્યકરો અને પછી 60 વર્ષથી ઉપરના અને પછી 45 વર્ષથી વધુ ઉંમરના એકથી વધુ રોગોવાળા લોકોનો વારો આવ્યો. અચાનક કેન્દ્રને વિચાર આવ્યો કે તેણે હવે પછીના વય જૂથને રસી આપવાની છૂટ આપવી જોઇએ. આથી ભારતનાં વધુ બાવન કરોડ લોકો માટે રસીકરણના દ્વાર રાતોરાત ખૂલી ગયાં અને તે પહેલાં કોઇએ જોયું પણ નહીં કે રસી પૂરતા પ્રમાણમાં છે કે નહીં. ઘણાં રાજયો આ રસીને બગડતી રોકી શકયા નહીં કારણ કે રસીની બોટલ જયારે ખોલવામાં આવે ત્યારે પૂરતા લોકો રસી લેવા હાજર ન હતાં અથવા તેની સાચવણીમાં બેદરકારી રાખવામાં આવી. આથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું કે એક પણ ડોઝ વેડફવાનો અર્થ છે કે જીવનને રક્ષણ આપવાની અસમર્થતા છે. રસીનો બગાડ અટકાવવાનું મહત્ત્વનું છે.
આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો ભારતમાં અત્યાર સુધીમાં રસીના 46 લાખ ડોઝ જાન્યુઆરીથી શરૂ થયેલી રસીકરણની ઝુંબેશમાં વેડફાયા છે. આ આંકડો કંઇ નાનોસૂનો નથી. કેટલાંય લોકોને રસી આપી શકાઇ હોત. તેનાથી મોટી સમસ્યા એ છે કે કોવિડ એ માત્ર શહેરનો જ ફેલાતો રોગચાળો છે એવી અક્કલ વગરની માન્યતાથી પ્રેરાઇને ગ્રામજનો તેનો જોરદાર વિરોધ કરે છે તે છે. કેટલાંક લોકો એમ માને છે કે નવી સ્પેકટ્રમ ટેકનોલોજીના પ્રયોગ માટેના 5-જી ટાવર કોરોનાનો રોગ ફેલાવે છે. આથી જ જયારે સરકાર દાવો કરે છે કે 216 કરોડ ડોઝ રસી ડિસેમ્બર સુધીમાં પ્રાપ્ય થશે ત્યારે ઝાઝો વિશ્વાસ જાગતો નથી. કોરોનાની રસી એ મોતની રસી છે એવું ખુલ્લેઆમ કહેતાં ઘણાં લોકો ભારતમાં છે. આરોગ્યકર્મીઓ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં રસી મૂકવા ગયા ત્યારે ગામના લોકો સર્યૂ નદીમાં કૂદી પડયાં.તામિલનાડમાં જાણીતા હાસ્ય કલાકાર વિવેક રસી લીધાના બે દિવસમાં હૃદય રોગથી મરણ પામ્યો હતો તેને ટાંકીને ઘણા સ્થળે લોકોએ રસી લેવાનો ઇન્કાર કર્યો છે.
રાજસ્થાનમાં અજમેરથી 14 કિલોમીટર દૂર કેસરપુરા ગામમાં 15 જણા કોવિડથી મરણ પામ્યાં. 1300 લોકોની વસ્તીના આ ગામમાં રસીનો જથ્થો લઇ રાજય સરકારના આરોગ્યકર્મીઓ ધસી ગયા, પણ એક પણ ગ્રામવાસી રસી લેવા આગળ આવ્યો નહીં. માત્ર એક આરોગ્યકર્મીએ રસી લીધી. બિહારમાં ગ્રામજનોએ પોતાને રસી મૂકવા આવેલા આરોગ્યકર્મીઓને તેમની આજીજી છતાં બળપૂર્વક તગેડી મૂકયા.
મહારાષ્ટ્રના શાહપુર, ભીવંડી, પાલઘર અને થાણેનાં આદિવાસી લોકો રસી લેવામાં હજી ખંચકાટ અનુભવે છે અને રસી લેવાથી બચવા જંગલમાં ભાગી ગયા હતા. કર્ણાટકમાં માયસર, કોદાગુ અને ચામરાજનગર જિલ્લાના આદિવાસીઓ પણ રસી લેવાનો ઇન્કાર કરે છે. રસી કેન્દ્રો દરેક વાયલ ખોલ્યા પછી રસી લેવા કમમાં કમ દસ માણસો આવે તેની રાહ જુએ છે. ત્યાં રસીની કે કેસ્ટીંગ કિટની કોઇ તંગી ન હોવા છતાં રસી લેવામાં ખંચકાટથી સર્જાયેલી કટોકટી દૂર કરવા શું કરવું? જયાં સુધી આ સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી રસીની માંગ નહીં વધે. રસી લેવામાં ખંચકાટ અનુભવતાં લોકોની ચિંતા વાજબી હશે અથવા તેઓ એ સમાજના હશે જેમને તબીબી જ્ઞાન પર ભરોસો નથી પણ તેનો એક જ ઉકેલ છે. આપણે સૌ ભારતીયોએ એકતા બુલંદ સૂરે કહેવું પડશે રસીનો બગાડ નહીં. ઇન્કાર નહીં.