Sports

87 વર્ષમાં પહેલી વખત બીસીસીઆઇ આ ટૂર્નામેન્ટનું આયોજન નહીં કરે

ડોમેસ્ટિક ક્રિકેટ અંગે મોટો નિર્ણય લેતા, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ચાલુ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી બાદ વિજય હઝારે ટ્રોફી યોજવાનો નિર્ણય લીધો છે. આ સાથે, નિર્ણય કરવામાં આવ્યો છે કે 87 વર્ષમાં પ્રથમ વખત પ્રથમ વર્ગની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી (RANJI TROPHY) યોજાશે નહીં. 50 ઓવરની વિજય હઝારે ટ્રોફી અને ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીની સાથે સાથે બીસીસીઆઈ હવે અંડર -19 ક્રિકેટમાં મહિલા સિનિયર વનડે ટ્રોફી (WOMEN SENIOR ONE DAY TROPHY) અને વિનુ માંકડ વનડે ટ્રોફીનું આયોજન કરશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે રાજ્ય એસોસિએશનોને લખેલા પત્રમાં લખ્યું છે કે રાજ્યના સંગઠનોના પ્રતિસાદને લઇ અને કોરોના વાયરસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જય શાહએ આ મુદ્દે વાત કરતા કહ્યું કે, “મને ખૂબ જ ખુશી થાય છે કે આ વખતે અમે વિજય હજારે ટ્રોફી અને અંડર -19 વીનુ માંકડ ટ્રોફી (VINU MAKAND TROPHY) તેમજ સિનિયર મહિલા વનડે ટૂર્નામેન્ટ માટે આયોજન કરી રહ્યા છીએ. શાહે વધુમાં કહ્યું હતું કે ” આ વખતે કોરોના કાળ (CORONA PANDEMIC)માં લાંબા ગાળાના રણજી ટ્રોફીનું આયોજન કરવું ખૂબ મુશ્કેલ હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે અમારો સમય બરબાદ થયો છે. માટે જ આયોજન માટે પૂરતો સમય મળી શક્યો નથી.

નવા ઉભરતા ખેલાડીઓને થશે અસર
મહત્વની વાત છે કે દર વર્ષે આયોજિત રણજી ટ્રોફી દ્વારા ભારતીય ક્રિકેટ ટીમને નવા ઉભરતા ખેલાડી (NEW PLAYERS)ઓને અજમાયશનો મોકો મળતો હોય છે, જો કે આ વર્ષે આ મોકો નહીં મળતા નવા ખેલાડીઓને પણ અસર થશે. અને આ જ થકી ભરતને મળતા ખેલાડીઓ પણ આવનાર સમયમાં પોતાની પ્રતિભા દાખવવાથી બાકાત રહેશે. સાથે જ આવા ખેલાડીઓને મળતી આવનાર તક પણ થોડા સમય માટે સીમિત થઇ પડશે.

ભારતે કોરોના સમયગાળા દરમિયાન સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટ (SAIYAD MUSTAK ALI T-20 TURNAMENT) નું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. તેની લીગ સહિતની સેમિફાઇનલ મેચ સમાપ્ત થઈ ગઈ છે અને હવે ફક્ત અંતિમ મેચ બાકી છે. કોરોના સમયગાળામાં ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પહેલા આ સકારાત્મક સમાચાર છે. બંને દેશો વચ્ચે ટેસ્ટ શ્રેણી 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. બંને દેશો વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ બાદ પાંચ મેચની ટી -20 શ્રેણી અને ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top