Sports

WTCની ફાઇનલ માટે મારા પર કોઇ પ્રેશર નથી: વિરાટ કોહલી

મુંબઇ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ માટે ભારતથી ઇંગ્લેન્ડ (INDIA TO ENGLAND) રવાના થતાં પહેલા આજે કેપ્ટન વિરાટ કોહલી (CAPTAIN KOHLI) અને ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (COACH RAVI SHASTRI) એ મીડિયા સાથે વાતચીત કરી હતી. ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સ (ONLINE CONFERENCE)માં કોહલીએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે મારા પર કોઇ પ્રેશર (NO PRESSURE) નથી.

કોહલીએ એવું સ્વીકાર્યું હતું કે આ ફાઇનલ એટલી સરળ નહીં રહે અને પડકાર મોટો રહેશે તેમજ હવામાન પણ અલગ છે પણ પ્રોફેશનલ તરીકે તેને પહોંચી વળવાનું અમને આવડે છે. કોહલીએ કહ્યું હતું કે હું ભારતીય ક્રિકેટને આગળ લઇ જવા ઇચ્છું છું, પહેલા પણ મારા પર કોઇ પ્રેશર નહોતું અને હાલ પણ નથી. વિરાટ કોહલીને જ્યારે પુછાયું કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિ ન્યુઝીલેન્ડને વધુ લાભદાયી રહેશે કે કેમ ત્યારે તેણે કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ માટે પણ ત્યાંની પરિસ્થિતિ એટલી જ વિકટ રહેશે જેટલી અમારા માટે છે. જો તમે એવું ઇચ્છતા હોય કે હું ફ્લાઇટમાં ચઢતા પહેલા એવું વિચારું કે ન્યુઝીલેન્ડને જ ફાયદો થશે તો એવું જરા પણ નથી. મને તો લાગે છે કે ત્યાં સ્થિતિ બરોબરીની જ રહેશે.

કોહલીએ કહ્યું હતું કે જુઓ ભૂતકાળમાં પણ અમે સંપૂર્ણ કાર્યક્રમ તૈયાર હોવા છતાં માત્ર ત્રણ દિવસ પૂર્વે યજમાન દેશમાં પહોંચ્યા હતા અને તે છતાં સીરિઝ જોરદાર રહી અને અમે આકરી પ્રતિસ્પર્ધા દાખવી હતી. તેથી હું કહીશ કે ન્યુઝીલેન્ડ પહેલાથી ત્યાં છે અને અમે પછીથી જઇ રહ્યા છીએ તો તેને ફાયદો વધુ થશે એવી બધી વાતો માત્ર મનમાં જ હોય છે.

ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાનનો સંપૂર્ણ કાર્યક્રમ

મેચ હરીફ સ્થળ તારીખ
પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડ નોટિંધમ 4થી 8 ઓગસ્ટ
બીજી ટેસ્ટ ઇંગ્લેન્ડ લોર્ડસ 12થી 16 ઓગસ્ટ
ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડ લીડ્સ 25થી 29 ઓગસ્ટ
ચોથી ટેસ્ટ ઇંગ્લેન્ડ ઓવલ 2થી 6 સપ્ટેમ્બર
પાંચમી ટેસ્ટ ઇંગ્લેન્ડ માન્ચેસ્ટર 10થી 14 સપ્ટેમ્બર

Most Popular

To Top