નવી દિલ્હી : મ્યુકોરમાયકોસિસ (MUCORMYCOSIS), કે જે એક ફૂગ (FUNGAL INFECTION)નો ચેપ છે, તે કોવિડ-૧૯ (CORONA VIRUS)ના દર્દીઓમાં અને ખાસ કરીને એવા દર્દીઓમાં જોવા મળે છે જેઓ ડાયાબિટિક હોય છે પણ તેનો કોઇ મોટો રોગચાળો (NOT A PANDEMIC) નથી એમ નીતિ આયોગના સભ્ય(MINISTRY OF HEALTH) વી.કે. પૌલે આજે જણાવ્યું હતું.
સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને મ્યુકોરમાયકોસિસની સારવાર ઉપલબ્ધ છે એમ તેમણે જણાવ્યું હતું. આ નિવેદન એના પછી આવ્યું છે જ્યારે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલે એવી ચિંતા ઉઠાવી હતી કે કોવિડ-પ્રેરિત મ્યુકોરમાયકોસિસ અથવા બ્લેક ફંગસના કેસો વધી રહ્યા છે. અહીં એક પત્રકાર પરિષદને સંબોધન કરતા પૌલે કહ્યું હતું કે મ્યુકોરમાયકોસિસ તરીકે ઓળખાતું ફંગલ ઇન્ફેકશન કોવિડ-૧૯ના દર્દીઓમાં જોવા મળી રહ્યું છે. તે મ્યુકોર નામની એક ફૂગના કારણે થાય છે, જે ભીની સપાટીઓ પર જોવા મળે છે. તે મોટે ભાગે એવા લોકોમાં બને છે જેમને ડાયાબિટીસ હોય છે. જેઓ ડાયાબિટિક હોતા નથી તેમનામાં આ બહુ ઓછું જોવા મળે છે. કોઇ મોટો રોગચાળો નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ એમ તેમણે કહ્યું હતું.
પૌલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની સારવાર માટેની કેટલીક દવાઓ શરીરની પ્રતિકાર શક્તિને દબાવી દે છે અને આથી ડાયાબિટિક દર્દીઓમાં મ્યુકોરમાયકોસિસ થાય છે. જ્યારે દર્દી ઓક્સિજન સપોર્ટ પર હોય છે, તો એ સુનિશ્ચિત થવું જોઇએ કે હ્યુમિડિફાયરમાંથી પાણી લીક થવું નહીં જોઇએ. દર્દીની સ્વચ્છતા પણ અગત્યની છે એમ તેમણે કહ્યું હતું.