Gujarat

વકફ બોર્ડને કોર્ટ ફીમાંથી છૂટ નહીં, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે મુસ્લિમ વકફ બોર્ડ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓએ હવે અન્ય ધાર્મિક ટ્રસ્ટો અને સખાવતી સંસ્થાઓની જેમ નિયમિત કોર્ટ ફી ચૂકવવી પડશે. આ સાથે જ કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી વકફ બોર્ડ તથા સંબંધિત સંસ્થાઓની આશરે 150 જેટલી અરજીઓને ગુજરાત હાઈકોર્ટે એકસાથે ફગાવી દીધી છે. અત્યાર સુધી કેટલીક કાયદાકીય જોગવાઈઓના આધાર પર વકફ સંસ્થાઓ કોર્ટ ફીમાં છૂટછાટ લેતી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા બાદ હવે વકફ બોર્ડને પણ ન્યાયિક પ્રક્રિયામાં જોડાવા માટે નિયત કોર્ટ ફી ભરવી અનિવાર્ય બનશે.

ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કોર્ટ ફીમાંથી છૂટછાટ માટે કરવામાં આવેલી તમામ અરજીઓ બિનઆધારભૂત છે અને તેને માન્ય રાખી શકાય નહીં. આ ચુકાદાથી રાજ્યમાં વકફ સંબંધિત કાનૂની કાર્યવાહી માટે સમાન નિયમો લાગુ પડશે અને તમામ ધાર્મિક ટ્રસ્ટો માટે સમાનતા જળવાશે.

Most Popular

To Top