SURAT

સુરતમાં સાંજે 6.30 થી 8.30 દરમિયાન કાપડ માર્કેટના કોમર્શિયલ વાહનોને “નો એન્ટ્રી”

સુરત: કોરોનાના કેસો વધતાં (CORONA CASES INCREASE IN SURAT) શહેરમાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો કાયદો (LAW OF CURFEW) લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે રિંગ રોડ પર સાંજે 6થી 8 દરમિયાન થતાં ટ્રાફિક(TRAFFIC)ને ખાળવા માટે કાપડ માર્કેટના કોમર્શિયલ વાહનો (COMMERCIAL VEHICLE) ટેમ્પો, ટ્રકને 6.30થી 8.30ના સમયગાળામાં જ્યાં હોય ત્યાં જ અટકાવી દેવાનું નક્કી કરાયું છે. 8.30 કલાક બાદ કરફ્યૂના સમયમાં પણ ટેમ્પો, ટ્રક ગુડ્સની ડિલિવરી કરી શકશે. જો કે, કારણ વગર ફરતા ટેમ્પો, ટ્રકચાલકો સામે કાર્યવાહી કરાશે.

8 વાગ્યેથી કરફ્યૂ શરૂ થઇ જતાં કામદારોને સાત વાગ્યે છોડી દેવામાં આવે છે. એકસાથે કામદારો છૂટતાં મોટી સંખ્યામાં ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે તેવામાં તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ રહી છે. હીરાઉદ્યોગમાં 6 વાગ્યાથી જ તબક્કાવાર દર 15 મિનીટે કારીગરોને રજા આપવાનો પ્રયોગ કરાતાં આંશિક રાહત છે, પરંતુ આ તરફ રિંગ રોડ કાપડ માર્કેટમાં રોજ 6.30થી 8.00 વાગ્યા દરમિયાન ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ખાસ કરીને સહરા દરવાજાથી મજૂરાગેટ સુધી ફ્લાયઓવર બ્રિજની ઉપર અને નીચે બંને તરફ ટ્રાફિક વકરી રહ્યો છે.

આ સમસ્યાના નિરાકરણ માટે સોમવારે એનટીએમ માર્કેટમાં બપોરે 12.30 કલાકે ટ્રાફિક પોલીસ અને ટેમ્પોચાલક આગેવાનો વચ્ચે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ટેમ્પોચાલકોએ સ્વૈચ્છિક એવી રજૂઆત કરી હતી કે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે 6.30થી 8.30 સુધી કોમર્શિયલ વાહનોને જ્યાં હોય ત્યાં અટકાવી દેવાય અને ત્યાર બાદ છેલ્લી ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવે. ટેક્સટાઈલ મિલ ટેમ્પો એસોસિએશનના સંજય પાટીલે કહ્યું કે, કાપડ માર્કેટમાં ગુડ્સની હેરફેર કરતા કોમર્શિયલ વેહિકલને 6.30થી 8.30 દરમિયાન જ્યાં હોય ત્યાં જ રોકી દેવાશે. જેથી રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. વેપારી અને કર્મચારીઓ ઘર તરફ ઝડપથી જઈ શકશે.

8.30 બાદ કોમર્શિયલ વાહનો પોતાના ગુડ્સની ડિલિવરી તેના મુકામે પહોંચાડી શકશે. જો ટેમ્પોચાલકને પોલીસ અટકાવે તો આઈકાર્ડ સહિતના પુરાવા રજૂ કરવાથી તે જઈ શકશે. જો કે, રખડપટ્ટીના ઈરાદેથી જ ખાલી ટેમ્પો, ટ્રક લઈને ફરતો હશે તો પોલીસ કાર્યવાહી કરાશે.

Most Popular

To Top