National

નીતિશ-તેજસ્વી યાદવ એક જ ફ્લાઈટમાં સાથે દેખાયાં, શું બિહારમાં થશે ખેલા?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (LokSabha Elections) અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપને 240 બેઠક ઉપર જીત મળી હતી. આ સાથે જ NDA 291 બેઠકો સાથે બહુમતીનો (Majority) આંકડો પાર કરી ગઇ હતી. તેમજ NDAએ ત્રીજી વખત સરકાર બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ હવે આજે 5 જૂનના રોજ દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ રહી છે. ત્યારે વિપક્ષ ઈન્ડિયા બ્લોક પણ તેમની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું છે. જેમાં એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે સીએમ નીતિશ કુમાર અને ઈન્ડિયા બ્લોકની બેઠકમાં ભાગ લેવા માટે તેજસ્વી યાદવ દિલ્હીથી રવાના થયા હતા. પરંતુ બંન્ને નેતાઓ એક જ ફ્લાઇટમાં હોવાથી NDA અને INDIA બંને પક્ષોમાં હલચલ વધી હતી.

અસલમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે 5 જૂને સવારે 10:40 વાગ્યે વિસ્તારાની ફ્લાઈટ UK-718માં ઉડાન ભરી હતી. તેમજ આ જ ફ્લાઇટમાં નીતીશ કુમાર પણ દિલ્હી જવા રવાના થયા હતા. બંને નેતાઓની આ યાત્રાના વીડિયો પણ વાઇરલ થઇ રહ્યા છે. હવે, દિલ્હી પહોંચ્યા બાદ TDP અને JDU આજે ભાજપને સમર્થન પત્રો સોંપશે અને ત્યાર બાદ NDA આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

‘હું NDAમાં છું અને NDAની બેઠકમાં જાઉં છું’: ચંદ્રબાબુ નાયડુ
TDP ચીફ એન ચંદ્રબાબુ નાયડુએ દિલ્હી જતા પહેલા વિજયવાડામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં INDIA માં જોડાવાની સંભાવના અંગે તેમણે નિવેદન આપ્યું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે- હું NDAમાં છું અને NDAની બેઠકમાં જાઉં છું. ચિંતા કરવા જેવું કંઈ નથી.

ત્રીજી વખત મોદી સરકાર બની શકે
લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે સરકાર બનાવવાનો વારો છે. હાલ એનડીએ પાસે 293 સીટો છે. ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે. તેમજ એનડીએની આજની બેઠકમાં સરકાર રચવા અંગે ચર્ચા થશે. જ્યારે I.N.D.I. ગઠબંધનની બેઠકમાં વિપક્ષી નેતાઓ આગળની રણનીતિ બનાવશે.

આ નેતાઓ NDAની બેઠકમાં પહોંચશે
દિલ્હીમાં NDAની બેઠકમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ હાજરી આપશે. તેઓ સવારે 11 વાગ્યે મુંબઈથી રવાના થયા હતા, અજિત પવાર જૂથના પ્રફુલ પટેલ પણ એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા. આ સાથે જ નીતિન ગડકરી સવારે નાગપુરથી દિલ્હી જવા રવાના થયા હતા. આ બેઠકમાં હાજરી આપવા માટે નારાયણ રાણે પણ દિલ્હી આવ્યા હતા.

Most Popular

To Top