National

વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમારની મોટી ભેટ: વૃદ્ધો, દિવ્યાંગો અને વિધવા મહિલાઓના પેન્શનમાં ભારે વધારો

વિધાનસભા ચૂંટણી પહેલા, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વૃદ્ધો, દિવ્યાંગ લોકો અને વિધવા મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. તા.21જૂન 2025ના આજ રોજ શનિવારે, તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે,સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ, વૃદ્ધો, દિવ્યાંગ લોકો અને વિધવા મહિલાઓને હવે દર મહિને 400 રૂપિયાને બદલે 1100 રૂપિયા પેન્શન મળશે. આગામી જુલાઈ મહિનાથી લાભાર્થીઓને વધેલા દરે પેન્શન મળશે. નીતિશ કુમારે કહ્યું કે દર મહિનાની 10 તારીખે તમામ લાભાર્થીઓના ખાતામાં આ રકમ મોકલવામાં આવશે.

મુખ્યમંત્રી નિતીસ કુમારે કહ્યું કે આ પેનસન યોજનાથી લગભગ 1.9 કરોડ જેટલા લાભાર્થીઓને ઘણી મદદ મળશે.

વૃદ્ધો આપના સમાજનો અમુલ્ય હિસ્સો; નિતીસ કુમાર: નીતિશ કુમારે લખ્યું કે “વૃદ્ધો સમાજનો અમૂલ્ય ભાગ છે. તેમના સન્માનજનક અને સુરક્ષિત જીવનની ખાતરી કરવી એ અમારી ટોચની પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે અને તેમ કરતી રહેશે.”

તમને જણાવી દઈએ કે બિહાર વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. ચૂંટણી પહેલા, જ્યાં વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દલ (RJD) લોકોને મોટા-મોટા વચનો આપી રહી છે, ત્યાં એનડીએ પણ સત્તામાં રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આ સંદર્ભમાં, ગઈકાલે પીએમ મોદીએ સિવાનમાં એક જાહેર સભાને સંબોધિત કરી અને વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા. નીતિશ કુમારે આ રેલી દરમિયાન તેમના સરકારની સિદ્ધિઓ પણ ગણાવી અને રાષ્ટ્રીય જનતા દલ પર નિશાન સાધ્યું.

Most Popular

To Top