સુરત: સુરત(Surat)માં ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ (Gujarat Foundation Day) નાઇટ મેરેથોન-૨૦૨૨ (Night Marathon – 2022) યોજાશે. જેમાં મેરેથોનર્સ માટે 5 km, 10 km અને 21 km અંતરની દોડ યોજાશે. જે પૈકી 10 km અને 21 km માટે 2,5૦૦ થી વધારે જ્યારે 5 km માં 40,000 થી પણ વધારે રનર્સ ભાગ લેશે
“નો ડ્રગ્સ ,સેફ, ફિટ અને સ્માર્ટ સીટી” થીમ હેઠળ યોજાનારી આ નાઈટ મેરેથોનનાં રૂટમાં આવતા તમામ સર્કલોને થીમ બેઝ્ડ સુશોભીત કરવામાં આવશે. નાઈટ મેરેથોનમાં અલગ-અલગ કેટગરીવાઈઝ રનર્સ માટે રૂ. 13,50,000 કરતા વધારે ઇનામો આપવામા આવશે. એક કલાક અને પંદર મિનિટ અંદર દોડના મેરેથોનર્સ માટે બ્રેક ધ બેરીયર બોનર્સનુ રૂ. ૧૦,૦૦૦ના ઇનામની જાહેરાત કરવામાં આવશે.
આટલા પોલીસકર્મી રહેશે તૈનાત
રનર્સ માટે મેરેથોન રૂટ પર મુખ્ય આકર્ષણ કેબલ સ્ટેઇડ બ્રીજ રહેશે અને સમગ્ર રૂટ રનર્સ અનુકુળતાને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવેલ છે. મેરેથોનર્સની ચોકસાઇ માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત આ મેરેથોનમાં 07 -મેડીકલ એઇડ સેન્ટર, 02 -એમ્બ્યુલન્સ અને 21 -રીફ્રેશમેન્ટ સેન્ટર પણ રાખવામાં આવશે. મેરેથોન રૂટ ઉપર 40 થી વધારે સાયકલીસ્ટ વોલેન્ટીયર્સ, 03 DCP, અન્ય 70 અધિકારીઓ તેમજ 924 પોલીસ કર્મચારીઓ / ટી.આર.બી. જવાનો ઉભા કરાશે તેમજ સ્ટોપ લાઇન, એન્ડીંગ લાઇન, અને હાઇડ્રેશન સેન્ટર પર 300 થી વધુ રમતવીરો વોલીયેન્ટર્સ ફરજ બજાવશે.
કેબલ સ્ટેઇડ બ્રીજ સહિત આ રૂટ રહેશે બંધ
(૧) અઠવાગેટથી એસ.કે.નગર સુધીનો મેઇન રોડ (આવતા અને જતા) બન્ને તરફના મુખ્ય માર્ગ
(૨) કેબલ બ્રીજથી સ્ટારબજારથી એલ.પી.સવાણી રોડ પર સ્ટારબજારથી રેવરડેલ એકેડમી, મેકડોનલ્ડ સર્કલ સુધીનો બન્ને તરફના મુખ્ય માર્ગ તથા
(૩) રાહુલરાજ મોલ ચાર રસ્તાથી જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તા અને જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તાથી મગદલ્લા વાય જંક્શન સુધીનો બન્ને તરફના મુખ્ય માર્ગ
નાઈટ મેરેથોનનો રૂટ
(1) ૫ કી.મી. રૂટ:- ગોવર્ધન હવેલીથી કારગીલ ચોક, એસ.વી.એન.આઈ.ટી. સર્કલથી યુ-ટર્ન લઇ રાહુલ રાજ મોલ પરત.
(2) ૧૦ કી.મી. રૂટ:- ગોવર્ધન હવેલીથી કારગીલ ચોક, એસ.વી.એન.આઇ.ટી. સર્કલ, પારલે પોઇન્ટ બ્રીજ, નવી કોર્ટ, એચ.ક્યુ. ટી-પોઇન્ટ, કલાસીક ટી-પોઇન્ટથી યુ-ટર્ન લઇ પરત રાહુલ રાજ મોલ પરત.
(૩) ૨૧ કી.મી. રૂટ:- ગોવર્ધન હવેલીથી કારગીલ ચોક, એસ.વી.એન.આઇ.ટી. સર્કલ, પારલે પોઇન્ટ બ્રીજ, ઓલાપાડી મહોલ્લો, કેબલ બ્રીજ, સ્ટારબજાર, ખોડીયાર મંદિર, મધુવન સર્કલ, ટી.જી.બી. સર્કલ, મેકડોનાલ્ડ સર્કલથી યુ-ટર્ન લઇ પરત સ્ટાર બજાર કેબલ બ્રીજથી ડાબે ટર્ન લઇ નવી કોર્ટ બિલ્ડીંગ, એચ.ક્યુ. ટી-પોઈન્ટ, ચોપાટી છત્રી, અઠવાગેટ વિમાન સર્કલથી યુ-ટર્ન લઇ પરત રાહુલ રાજ મોલ- સુધી.