Business

સતત છઠ્ઠા ટ્રેડિંગ સત્રમાં નિફ્ટી ઉછળ્યો, બેંકિંગના શેરોમાં તેજી

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indian stock market) આજે ગુરુવારે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. ત્યારે ટ્રેડિંગ સેશનના (Trading session) અંતે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 147.89 પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 41.30 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.

આજના ટ્રેડિંગ સેશનના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સનો સેન્સેક્સ 0.18 ટકા અથવા 147 પોઇન્ટના વધારા સાથે 81,053 પોઇન્ટ પર બંધ થયો હતો. તેમજ બજાર બંધ થયુ તે સમયે સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર લીલા નિશાન પર અને 12 શેર લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આજે સતત છઠ્ઠા સત્રમાં તેજી સાથે બંધ થયો હતો. નિફ્ટી આજે 0.17 ટકા અથવા 41 પોઈન્ટ વધીને 24,811 પર બંધ થયો હતો. ત્યારે ટ્રેડિંગ સેશનના અંતે નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેર લીલા નિશાન પર અને 23 શેર લાલ નિશાન પર બંધ થયા હતા.

આ શેર્સમાં તેજી જોવા મળી
નિફ્ટી પેક શેરોમાં આજે સૌથી વધુ તેજી ગ્રાસિમમાં 2.65 ટકા, ટાટા કન્ઝ્યુમરમાં 2.42 ટકા, ભારતી એરટેલમાં 1.60 ટકા, એપોલો હોસ્પિટલમાં 1.37 ટકા અને ટાટા સ્ટીલમાં 1.37 ટકાના વધારા સાથે નોંધાઇ હતી. જ્યારે સૌથી વધુ ઘટાડો વિપ્રોમાં 1.37 ટકા, NTPCમાં 1.25 ટકા, ટાટા મોટર્સમાં 1.22 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1.21 ટકા અને ડૉ. રેડ્ડીમાં 1.17 ટકા નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ
ક્ષેત્રીય સૂચકાંકોમાં નિફ્ટી બેન્ક 0.59 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.45 ટકા, નિફ્ટી એફએમસીજી 0.62 ટકા, નિફ્ટી મેટલ 0.67 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 0.67 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 0.57 ટકા, નિફ્ટી રિયલ 47 ટકા સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.86 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.44 ટકા તેજી નોંધાઇ હતી. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 0.23 ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સમાં 0.11 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.14 ટકા, નિફ્ટી મીડિયામાં 0.19 ટકા, નિફ્ટી આઈટીમાં 0.16 ટકા અને નિફ્ટી ઓટોમાં 0.09 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આમ, છતા ક્ષેત્રીય સૂચકાંકોમાં પણ ટ્રેડિંગના અંતે હરિયાળી જોવા મળી હતી.

Most Popular

To Top