Vadodara

NICA દ્વારા સતત 45મા વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા તથા રાવણ પૂતળાં દહન કાર્યક્રમ યોજાશે

રામલીલામાં આ વર્ષે સો જેટલા કલાકારો ભાગ લેશે જેમાં 35 જેટલા બાળ કલાકારો છે.તમામ કલાકારો આ વર્ષે વડોદરાના રહેશે

તારીખ 01 ઓક્ટોબર ના રોજ જીઆઇડીસી મકરપુરા થી ટ્રેલર મારફતે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાં મેદાન પર લાવી એસેમ્બલ કરાશે

(પ્રતિનિધિ) વડોદરા તા.28

નોર્થ ઇન્ડિયા કલ્ચરલ એસોસિયેશન (NICA) દ્વારા સતત 45મા વર્ષે શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા તથા રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાં દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ રામલીલા કાર્યક્રમમાં આ વર્ષે 100 જેટલા કલાકારો વિવિધ પાત્ર ભજવશે. આ તમામ કલાકારો વડોદરાના રહેશે જેમાં 35 જેટલા બાળ કલાકારો પણ સામેલ છે. તારીખ 02 ઓક્ટોબર,2025 ને ગુરુવારે સાંજે સાડા પાંચ કલાકે ભગવાન શ્રી રામની આગમન સવારી યાત્રા સાથે રામલીલા મંચન શરૂ થશે રાત્રે આશરે સવા નવ કલાકે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ ને લઇને રવિવારે શહેરના સર્કિટ હાઉસ ખાતે નોર્થ ઇન્ડિયા કલ્ચરલ એસોસિયેશન ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં છેલ્લા 44 વર્ષોથી આપણા હિન્દુ પવિત્ર ગ્રંથ રામાયણ ની સંસ્કૃતિ લોકો સુધી પહોંચે તે માટે નોર્થ ઇન્ડિયા કલ્ચરલ એસોસિયેશન (NICA) દ્વારા શહેરના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે રામલીલા મંચન અને ત્યારબાદ બુરાઇ પર સચ્ચાઇની જીત ના પ્રતિક સમા રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાં દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આગામી તા.02 ઓક્ટોબર, 2025 ને ગુરુવારે સતત 45 મા વર્ષે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ, વડોદરા (નોર્થ ઇન્ડિયા કલ્ચરલ એસોસિયેશન -NICA) દ્વારા શહેરના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે રામલીલા તથા રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાં દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમ ને લઇને શહેરના સર્કિટ હાઉસ ખાતે રવિવારે સાંજે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ, વડોદરા ના પદાધિકારીઓ અને સભ્યોની એક બેઠક યોજાઇ હતી. આ વર્ષે રામલીલામાં આશરે 100 જેટલા કલાકારો ભાગ લેશે અને વિવિધ પાત્ર ભજવશે. આ તમામ કલાકારો આ વર્ષે વડોદરાના રહેશે. આ કલાકારોમાં 35 જેટલા બાળ કલાકારો કે જેઓ ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ, વડોદરા ના જ સભ્યોના બાળકો રહેશે તેઓ ભાગ લઇ રહ્યાં છે. તા. 02 ઓક્ટોબર,2025 ને દશેરા પર્વે ગુરુવારે સાંજે 5:30 કલાકે ભગવાન શ્રી રામની સ્વામીનું આગમન થશે ત્યારબાદ 6 કલાકે રામલીલા મંચન શરૂ થશે અને આશરે 9:15 કલાકની આસપાસ પોલો ગ્રાઉન્ડ મેદાન પર રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાં દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે.દશેરાના પર્વે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ, સાંસદ ડો.હેમાગ જોશી, શહેર ભાજપ પ્રમુખ,મેયર, ડેપ્યુટી મેયર, સહિતના તમામ રાજકીય આગેવાનો, કાઉન્સિલરો,ધર્મગુરુઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો સહિત સૌ નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ વર્ષે કયા કલાકારો કયું મુખ્ય પાત્ર ભજવશે

આ વર્ષે 45 મી રામલીલામાં ભગવાન શ્રી રામનું પાત્ર શુભમ નામના કલાકાર નિભાવશે જ્યારે લક્ષ્મણ – રાજેશ ભાટીયા, સીતાજીનું પાત્ર -ભારતી બારોટ, રાવણ નું પાત્ર -હિતેશ શાહ, મેઘનાદ નું પાત્ર -ધર્મેશ પટેલ, હનુમાનજી નું પાત્ર -વિનય દીઘે તથા કુંભકર્ણ નું પાત્ર- વિશાલ પરમાર નામના કલાકારે નિભાવશે તદ્પરાંત અન્ય પાત્રો મળી કુલ 100 જેટલા કલાકારો વિવિધ પાત્ર ભજવશે.

પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે આ વર્ષે 6,000 ખુરશીઓની બેઠક વ્યવસ્થા, કલાકારો માટે મંચ, આકસ્મિક વ્યવસ્થા માટે ફાયરબ્રિગેડ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ, પોલીસ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં મકરપુરા જીઆઈડીસીમાં તૈયાર કરવામાં આવી રહેલ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાં ને આગામી તા.01 ઓક્ટોબર ના રોજ જીઆઇડીસી થી ટ્રેલર મારફતે પોલો ગ્રાઉન્ડ મેદાન પર લાવી એસેમ્બલ કરાશે.
આ સમગ્ર કાર્યક્રમ અંગે રવિવારે શહેરના સર્કિટ હાઉસ ખાતે મળેલી આયોજન સમિતીની બેઠકમાં રામલીલાના ચેરમેન રામકેશ શર્મા, અધ્યક્ષ પ્રવિણ ગુપ્તા, મહામંત્રી અમરેન્દ્ર મિશ્રા, કોષાધ્યક્ષ વિનોદ મહેશ્વરી સહિતના પદાધિકારીઓ અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

પોલોગ્રાઉન્ડ ખાતે થશે રાવણ દહન,50 ફૂટનું રાવણનું અને 40 ફૂટના કુંભકર્ણ મેઘનાદના પૂતળાને આખરી ઓપ અપાયો

ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા છેલ્લા 44 વર્ષથી રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવતો હોય છે.ત્યારે આ 45માવર્ષે પણ રાવણ દહન થનાર છે. જેને ભાગરૂપે મકરપુરા જીઆઇડીસી ખાતે રાવન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણના પુતળાનું દહન કરવામાં આવશે. ત્યારે, તે પૂર્વે પૂતળાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરામાં આવેલા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા મેદાનમાં રાવણ દહન કાર્યક્રમ યોજાશે. આ વર્ષે રાવણનું પૂતળું 50 ફૂટનું, મેઘદૂત અને કુંભકર્ણનું પૂતળા 40 ફૂટના બનાવ્યા છે. ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં દશેરાના પાવન પર્વે છેલ્લા 44 વર્ષથી ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

Most Popular

To Top