દિલ્હીના લાલ કિલ્લા પાસે ગત તા.10 નવેમ્બરે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ એક આરોપી સોયેબને ધરપકડ કરી છે. આ કેસમાં આ સાતમી ધરપકડ છે. સોયેબ પર મુખ્ય આરોપી અને આતંકવાદી ડૉ. ઉમર ઉન નબીને સુરક્ષિત આશ્રય અને મદદ પૂરી પાડવાનો આરોપ છે.
ઘટના શું હતી?
તા. 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક એક કારમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં આ ઘટના આતંકવાદી કાવતરૂં હોવાનું સામે આવ્યું જેથી તપાસની જવાબદારી NIAને સોંપવામાં આવી હતી.
સોયેબની ભૂમિકા બહાર આવી
NIA સૂત્રો મુજબ ધરપકડ કરાયેલ આરોપી સોયેબ હરિયાણાના ફરીદાબાદના ધૌજ વિસ્તારમાં રહે છે. તપાસમાં ખુલ્યું છે કે બ્લાસ્ટ પહેલાં સોયેબે આતંકવાદી ડૉ. ઉમર ઉન નબીને,
- સુરક્ષિત રહેવાની જગ્યા
- લોજિસ્ટિક સપોર્ટ
- પરિવહન સુવિધા
- અન્ય જરૂરિયાતોની મદદ પૂરી પડી હતી.
આ સહાયતા સાથે મુખ્ય આરોપી લાંબા સમય સુધી સુરક્ષિત રીતે છુપાઈ શક્યો હતો.
સાતમી ધરપકડ
આ કેસમાં અત્યાર સુધી NIA કુલ સાત લોકોની ધરપકડકરી ચૂકી છે. અગાઉ ઉમર ઉન નબીના છ નજીકના સાથીઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બ્લાસ્ટ સાથે સંબંધિત અન્ય કડીઓ શોધવા માટે એજન્સી દેશભરના વિવિધ રાજ્યોમાં દરોડા પાડી રહી છે.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA દ્વારા ધરપકડ કરાયેલા 7 લોકો
1. આમિર રાશિદ અલી(પુલવામાના પમ્પોરથી)
2. જાસિર બિલાલ વાની (અનંતનાગથી)
3. ડૉ. મુઝમ્મિલ શકીલ (પુલવામાથી)
4. ડૉ. અદીલ અહેમદ (અનંતનાગથી)
5. ડૉ. શાહીન સઇદ (લખનઉથી)
6. મુફ્તી ઇરફાન અહેમદ (શોપિયાંથી)
7. શોએબ (ફરીદાબાદના ધૌજથી)
આગળ શું?
ધરપકડ પછી NIA સોયેબને રિમાન્ડ પર લઈ તેની પૂછપરછ કરી રહી છે. એજન્સી માનતી છે કે સોયેબ પાસેથી આતંકી નેટવર્ક, ફંડિંગ અને હુમલા કરવાની પ્લાનિંગ સંબંધિત વધુ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે.
NIAએ જણાવ્યું છે કે બ્લાસ્ટ માટે જવાબદાર તમામ લોકોને કાયદાના કટઘરમાં લાવવા માટે તપાસ સતત ચાલુ રહેશે.