Vadodara

NH 48 પર વ્હાઈટ-ટોપિંગ પ્રોજેક્ટમાં વધારાનો માઈક્રો-સર્ફેસિંગ સેફ્ટી લેયર મેળવવાની તૈયારી

ખાડા-ટાયરના નિશાન અને તિરાડો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ

ટેકનોલોજી હાઇવેની સ્થિતિમાં સુધારો કરશે, મુસાફરો માટે સરળ અને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.1

મુંબઈ-અમદાવાદ NH-48 પર ચાલી રહેલા વ્હાઇટ-ટોપિંગ પ્રોજેક્ટમાં વધારાનો માઇક્રો-સરફેસિંગ સેફ્ટી લેયર મેળવવાની તૈયારી છે. કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલનો હેતુ ખાડા, ટાયરના નિશાન અને તિરાડો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે.

એનએચએઆઈને પોલિમર મોડિફાઇડ ઇમલ્શનનો ઉપયોગ કરતી માઇક્રો-સરફેસિંગ કરદાતાઓના ભંડોળનો ઉપયોગ કર્યા વિના મુસાફરીની ગુણવત્તામાં વધારો કરશે તેવી અપેક્ષા છે. કારણ કે કોન્ટ્રાક્ટર સમગ્ર ખર્ચ ઉઠાવશે. ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણ જેવા પડકારો હોવા છતાં એનએચએઆઈ ખાતરી આપે છે કે, આ ટેકનોલોજી હાઇવેની સ્થિતિમાં સુધારો કરશે, મુસાફરો માટે સરળ અને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરશે. આ પૂર્વે NH-48 ને ઝીરો ફેટાલિટી કોરિડોર બનાવવા માટે રોડ સેફ્ટી ઓથોરિટીની વીસી બેઠક યોજાઈ હતી. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા 19 નવેમ્બરે યોજાયેલી વીસી બેઠકમાં NH-48 પર અકસ્માતજન્ય મૃત્યુ ઘટાડવા માટે કડક પગલાં પર ચર્ચા થઈ હતી. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેની સૂચના અનુસાર દેશભરમાં ઝીરો ફેટાલિટી એપ્રોચ અપનાવવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત ગુજરાત રાજ્યમાં પસાર થતો NH-48 નો 492 કિ.મી. નો કોરિડોર પસંદ કરી તેને ઝેડએફસી તરીકે વિકસાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે હેઠળ યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચાયેલા મુદ્દાઓમાં મહત્વની બાબતો જેવી કે, NH-48 , 492 કિમીને ઝેડએફસીબનાવવા મોર્થ સેવ લાઈફ ફાઉન્ડેશન સાથે મળીને અમલીકરણ રોડમેપ રજૂ કરાયો, 307 ક્રિટિકલ ક્રેશ ઝોન અને 55 ક્રિટિકલ લોકેશનની ઓળખ, પદયાત્રી સુરક્ષા, અનધિકૃત પાર્કિંગ નિયંત્રણ, ઈદાર પર સમયસર સચોટ ડેટા એન્ટ્રી, એન્ફોર્સમેન્ટ–બધા પર ત્વરિત કાર્યવાહીનો ભાર, હાઇવે પર એટીએમ એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ, યોગ્ય તાલીમબદ્ધ પેરા મેડીકલ સ્ટાફની નિયુક્તિ, 1033–108 એમ્બ્યુલન્સનું સંકલન અને વધુ ટ્રોમા સેન્ટર બનાવવાની સૂચના વગેરે મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા. રોડ સેફટી કમિશનરની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ મીટીંગમાં 11 જીલ્લાના કલેકટર, સુપ્રી.ઓફ પોલીસ, આર.ટી.ઓ અધીકારી, સીડીએમઓ.,સીડીએચઓ અને હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર હાજર રહ્યા હતા.

Most Popular

To Top