World

ન્યૂઝીલેન્ડના પ્રખ્યાત યુ ટ્યુબરને ભારતે બ્લેક લિસ્ટ કર્યો, આ કારણે વિઝા પણ રદ કરાયા

નવી દિલ્હી : ભારતે વિઝા ધોરણો (Indian visa policy)નું ઉલ્લંઘન કરવા બદલ એક વર્ષ માટે ન્યુઝીલેન્ડ (new zealand)ના પ્રખ્યાત યુટ્યુબર (Famous you tuber) કાર્લ રોક (Carl rock)ને બ્લેક લિસ્ટ (Black list) કર્યો છે અને તેનો વિઝા પણ રદ (Visa cancel) કરાયા છે. 

યુટ્યુબર કાર્લ રોક પર ટૂરિસ્ટ વિઝાના નામે ધંધો કરવાનો આરોપ છે, જેના કારણે તેને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યો છે. આ અગાઉ ન્યુઝિલેન્ડના એક નાગરિક કાર્લે ભારત સરકાર પર કોઈ કારણ આપ્યા વિના તેમનો પ્રવેશ નકારવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આ કારણે તે તેની ભારતીય પત્નીથી અલગ રહેતો હતો. જોકે, ગૃહમંત્રાલયે આ આરોપને નકારી કાઢતાં કહ્યું કે વિઝાની શરતોના ઉલ્લંઘનને કારણે તેમને આવવા દેવામાં આવ્યા નથી. 

કાર્લે આ મામલે ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જૈસિંડા આર્ડર્નને અપીલ કરી છે અને દિલ્હી સરકારને તેના બ્લેક લિસ્ટ કરવાના ભારત સરકારના નિર્ણયને રિવર્સ કરવા માટે હાઈકોર્ટમાં ખસેડ્યો છે. તેમણે જાહેર સમર્થન મેળવવા માટે ઓનલાઇન અરજી પણ શરૂ કરી છે.  ટ્વિટર પર તેની જીવનકથાનો વીડિયો શેર કરતા, કાર્લ, જે પોતે કન્ટેન્ટ ક્રિએટર હોવાનો દાવો કરે છે, હેન્ડલ આઇએમકાર્લરોક પરથી ટ્વિટ કર્યું કે, “પ્રિય જૈસિંડા આર્ડર્ન, ભારત સરકારે મને ભારતમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને મને દિલ્હીમાં રોકાવ્યો હતો. તેમની પત્ની અને કુટુંબથી અલગ. તેઓએ મને કોઈ કારણ આપ્યા વિના બ્લેક લિસ્ટ કર્યો છે.

તેણે દાવો કર્યો હતો કે તેની પત્ની મનીષા મલિક હરિયાણાની છે અને 2019 માં તેમના લગ્ન થયા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેને ગયા વર્ષે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને રોગમાંથી સ્વસ્થ થયા પછી, ચેપગ્રસ્તોની મદદ માટે તેણે બે વાર દિલ્હીમાં પ્લાઝ્મા દાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓનો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે વિઝા નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ ન્યુઝીલેન્ડના નાગરિકને આવતા વર્ષ સુધી ભારત પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ પર્યટન વિઝા પર ધંધાકીય પ્રવૃત્તિઓ કરતા હોવાનું અને અન્ય વિઝા ધોરણોનું ઉલ્લંઘન કરતા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં દાવો કર્યો છે કે આશરે આઠ મહિના પહેલા જ્યારે તે દુબઈ અને પાકિસ્તાન જઈ રહ્યો હતો ત્યારે એરપોર્ટ પર તેમને કહેવામાં આવ્યું હતું કે તેમનો ભારતીય વિઝા રદ્દ થઈ ગયો છે. ત્યારબાદ તેણે ન્યુ ઝિલેન્ડમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને ભારતીય હાઈ કમિશનનો સંપર્ક કરીને કારણ જાણવા માગ કરી હતી. 

તેમણે કહ્યું કે તેમને હજી સુધી કોઈની પણ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. કાર્લે કહ્યું કે તેમણે રાહત મેળવવા અને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા સરકારના નિર્ણયને પલટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. 

Most Popular

To Top