World

ઈરાન યુદ્ધમાં નવા વળાંક: Donald Trump માટે મુશ્કેલી વધી, United States-Israel વચ્ચે મતભેદના સંકેત

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું તણાવપૂર્ણ યુદ્ધ હવે વધુ જ ગંભીર અને નિણાયક ચરણમાં પ્રવેશ્યું છે, જ્યાં Iran, Israel અને United States વચ્ચે સીધી ટકરાવ જેવી સ્થિતિ ઉભી થઈ છે. તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્ર ‘સાઉથ પાર્સ’ પર થયેલા હુમલાએ પરિસ્થિતિને વધુ ભડકાવી છે. આ હુમલા અંગે વિવાદાસ્પદ દાવાઓ સામે આવ્યા છે. Israelએ જણાવ્યું કે આ કાર્યવાહી United States સાથે સંકલન કરીને કરવામાં આવી હતી, જ્યારે અમેરિકાએ આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. પહેલે આપ પહેલે આપ જેવી પરિસ્થિતિ સર્જાતા કોણ પહેલા પીછેહઠ કરે એ હરિફાઈમાં ઇઝરાઇલ અને અમેરિકા પહેલાથી ખાસ્સું એવું નુકસાન વેઠી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે હવે બંને દેશો વચ્ચે લેવાતા સધિયારા નિર્ણયોમાં પણ વિચારભેદ વધતા લોકો હવે આ બંને દેશો વચ્ચે આવતા અળગાવને નોટિસ કરી રહ્યા છે.

યુદ્ધની હાલત Donald Trump માટે પડકારરૂપ બની રહી છે. શરૂઆતમાં ઝડપી જીત અને Iranમાં પરિવર્તનની અપેક્ષા રાખનાર ટ્રમ્પની ગણતરીઓ ખોટી સાબિત થઈ રહી છે. ઈરાને મક્કમ પ્રતિરોધ સાથે અમેરિકન સિસ્ટમ્સને નુકસાન પહોંચાડ્યું છે, સાથે જ કતાર અને સાઉદી અરેબિયાની ઊર્જા સુવિધાઓને નિશાન બનાવી છે. આ વધતી અનિશ્ચિતતા વચ્ચે, અહેવાલો સૂચવે છે કે Donald Trump હવે યુદ્ધ ચાલુ રાખવું કે ઇરાનને વિજેતા જાહેર કરીને પાછા હટવું એ મુદ્દે દ્વિધામાં છે. વૈશ્વિક સ્તરે પણ પરિસ્થિતિ અમેરિકાને અનુકૂળ નથી. NATO અને યુરોપિયન દેશોએ આ સંઘર્ષથી પોતાને દૂર રાખતા તેને ‘અમેરિકાનું યુદ્ધ’ ગણાવ્યું છે. બીજી તરફ, Strait of Hormuzમાં અવરોધ અને ગેસ ફિલ્ડ્સ પરના હુમલાઓને કારણે વિશ્વભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે. સમગ્ર સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે Iran પર દબાણ બનાવવાની અમેરિકાની રણનીતિ હવે પડકારમાં મુકાઈ છે અને આ યુદ્ધ United States માટે જટિલ અને ખર્ચાળ બની રહ્યું છે.

Most Popular

To Top