ચીને શુક્રવારે ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટફોન અને ફાઇટર જેટ સહિત ઘણા હાઇ-ટેક ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાતા દુર્લભ પૃથ્વી ખનિજોના ખાણકામ અને પ્રોસેસિંગ પરના નિયંત્રણો કડક બનાવવા માટે નવા વચગાળાના પગલાં જાહેર કર્યા છે. ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા નિયમો ચીનમાં ઉદ્ભવતા દુર્લભ પૃથ્વી ખનિજો અને શુદ્ધિકરણ માટે ચીન મોકલવામાં આવતા દુર્લભ પૃથ્વી ખનિજો બંને પર લાગુ પડે છે.
તે નિયમો મુજબ કંપનીઓને વિવિધ ખનિજો માટેના ક્વોટાનું પાલન કરવાની જરૂર છે. રેર અર્થ અંગે કામકાજ કરવા માટે કંપનીઓ પાસે સરકારી મંજૂરી હોવી આવશ્યક છે અને હેન્ડલ કરવામાં આવતા દુર્લભ પૃથ્વી ઉત્પાદનોની માત્રાની સચોટ જાણ કરવી આવશ્યક છે. ઉલ્લંઘન કરનારાઓને કાનૂની દંડનો સામનો કરવો પડશે અને દુર્લભ પૃથ્વી માટેના તેમના ક્વોટામાં પણ ઘટાડો કરવામાં આવશે. ચીનનું આ પગલું વિશ્વભરના દેશો માટે મહત્વનું છે. દુનિયાભરમાં ચીન આ દુર્લભ ખનિજોની નિકાસ કરે છે અને આધુનિક ટેકનોલોજીની અનેક ચીજવસ્તુઓ માટે આ ખનિજો ખૂબ જરૂરી છે.
આમ જોવા જાવ તો જર્મેનિયમ, ગેલિયમ અને ટાઇટેનિયમ જેવા ખનિજો સહિત 17 દુર્લભ પૃથ્વી તત્વો ખરેખર દુર્લભ નથી. પરંતુ એક સ્થળે ઉંચા પ્રમાણમાં તેમને શોધવા મુશ્કેલ છે તેથી તેમના ખાણકામ માટે કરવામાં આવતો ખર્ચ વસૂલ કરવો મુશ્કેલ બને છે. ચીન ધીમે ધીમે આવી સામગ્રીની નિકાસ પર પ્રતિબંધો કડક કરી રહ્યું છે, આંશિક રીતે તે અમેરિકાએ પોતાની અદ્યતન ટેકનોલોજી ચીનને આપવા પર અમેરિકી કંપનીઓ પર પ્રતિબંધ મૂકયો તેના જવાબમાં પણ આ કરાય છે. ચીન વિશ્વના જાણીતા દુર્લભ પૃથ્વી ભંડારનો લગભગ અડધો ભાગ ધરાવે છે, પરંતુ તે પડોશી દેશ મ્યાનમારમાંથી પ્રક્રિયા અને નિકાસ માટે નોંધપાત્ર પ્રમાણમાં દુર્લભ પૃથ્વીની આયાત પણ કરે છે.
દુનિયામાં ૯૦ ટકા જેટલા દુર્લભ ખનિજોની નિકાસ ચીન કરે છે અને આ રીતે જોતા તે એક મજબૂત સ્થિતિમાં છે. રેર અર્થ જેને કહેવાય છે તે આ દુર્લભ ખનિજોાના વેપાર પર નવા નિયમોની અસર કેવી થશે તે હજી સ્પષ્ટ નથી, ચીન રેર અર્થ નિકાસ માટે કેટલીક પરમિટ આપવા સંમત થયું છે પરંતુ લશ્કરી ઉપયોગ માટે નહીં, અને તેમના પુરવઠા અંગે ઘણી અનિશ્ચિતતા રહે છે. શુક્રવારે જારી કરાયેલા નિયમોમાં રેર અર્થમાં કામ કરતી કંપનીઓના લાઇસન્સિંગ પર કડક નિયંત્રણો અને ખાણકામ, નિકાસ અને પ્રક્રિયા પર નિયંત્રણોને કેન્દ્રિત કરવાની વાત કરવામાં આવી છે.
તેઓ ઉદ્યોગ માટે વધુ કડક પર્યાવરણીય ધોરણો પણ લાદે છે. પ્રમુખ ટ્રમ્પે રેર અર્થ માટે ચીન પર અમેરિકન નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવાનું પ્રાથમિકતા બનાવી છે, તે સાથે જ તે બેઇજિંગ પર તેના નિયંત્રણો હળવા કરવા દબાણ કરી રહ્યું છે. ચીને ઉદ્યોગ પર એકંદર નિયંત્રણો કડક કરતી વખતે, જરૂરિયાત મુજબ મંજૂરી પ્રક્રિયામાં વધારો અથવા ઘટાડો કરવાનું પસંદ કર્યું છે. નવા નિયમો ઉત્પાદન અને નિકાસ અથવા ચોક્કસ રેર અર્થ તત્વો માટેના ક્વોટાનો ઉલ્લેખ કરતા નથી, પરંતુ ભારપૂર્વક સૂચવે છે કે બેઇજિંગ ઉદ્યોગ પર મજબૂત નિયંત્રણ લાવવા માટે ગંભીર છે.
ચીને ભારત માટે પણ રેર અર્થ મેગ્નેટની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, પરંતુ હાલમાં ભારત માટે રાહતની વાત એ આવી હતી કે આ પ્રતિબંધ પાછો ખેંચી લેવાયો છે. મહિનાઓની અટકળો પછી, બેઇજિંગે ભારતમાં રેર અર્થ મેગ્નેટ પરનો નિકાસ પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. આ પગલું ઓટોમેકર્સ અને કમ્પોનન્ટ ઉત્પાદકો માટે થોડી રાહત છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) પ્રોજેક્ટ્સમાં રોકાયેલા લોકો માટે, જેઓ સપ્લાય ચેઇન ખોરવાવાને કારણે ચિંતીત હતા. ભારત તેની 80 ટકાથી વધુ ચુંબક આયાત માટે ચીન પર આધાર રાખે છે.
દુર્લભ પૃથ્વી ચુંબક ઓટો ક્ષેત્રની કરોડરજ્જુ જેવા ન લાગે, પરંતુ તે ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટર્સથી પાવર સ્ટીયરિંગ, સેન્સર્સ અને ઇન્ફોટેનમેન્ટ યુનિટ્સ સુધી, તે હાલના વાહનોમાં સર્વવ્યાપી છે. ઉત્પાદન લાઇનને આગળ વધારવા માટે EVs ખાસ કરીને મોટર-ગ્રેડ મેગ્નેટ પર આધાર રાખે છે. ભારત માટે હાલ તો નિકાસ પરનો પ્રતિબંધ ઉઠી ગયો છે પરંતુ ચીને જે નવા નિયમો જાહેર કર્યા છે તેની અસર ભારત માટેના પુરવઠા પર કેવી થાય તે જોવાનું રહે છે. રેર અર્થ પર નવા નિયંત્રણો જારી કરીને ચીન વૈશ્વિક બજાર પર પોતાની પકડ વધુ મજબૂત બનાવવા માગે છે તે પણ જણાઇ આવે છે.