ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ટેક્સટાઇલ યુનિવર્સિટી સ્થાપવાની યોજનાનો કોઈ નવો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો નથી, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી (ઉદ્યોગ) દ્વારા આપવામાં આવી છે.
વધુમાં વર્ષ 2025-26ના બજેટમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી માટે રૂ. 0.01 કરોડની ટોકન જોગવાઈ કરવામાં આવી છે. જોકે, ટોકન જોગવાઈ હોવાને કારણે અત્યાર સુધી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.
ટેક્સટાઇલ યુનિવર્સિટી સ્થાપના મુદ્દે વધુ અભ્યાસ અને મૂલ્યાંકન માટે GITCO (Gujarat Industrial and Technical Consultancy Organization Limited) સંસ્થાને સોંપણી કરવામાં આવી છે. તેના અભ્યાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.