વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. બુધવાર સવારે 11:00 વાગ્યે કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ જનરલ બોર્ડની મીટિંગમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાનારી હતી પરંતુ તે પહેલા જ શહેર ભાજપ કાર્યાલય ખાતે તેઓના નામોની ઘોષણા કરવામાં આવી હતી.
કહેવામાં આવ્યું છે કે ભાજપમાંથી આ નામના મેન્ડેટ આવ્યા હોવાથી શહેર ભાજપ દ્વારા તેમના નામો જાહેર કરવામાં આવી હતી. કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર ગાંધીનગર ગૃહ ખાતે જનરલ બોર્ડની પ્રથમ મીટીંગ મેયર અને ડેપ્યુટી મેયરની પસંગદી માટે મળી હતી. કોર્પોરેશનની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોર્પોરેશનની કુલ 76 બેઠકમાંથી ભાજપે 69 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર સમેટાઇ હતી.