National

યુપીથી 7 ઉમેદવારોના નામ સાથે બીજેપીની નવી યાદી જાહેર, જાણો કિરણ ખેર સહિત કોની ટીકીટ કપાઇ?

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) માટે ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી છે. ભાજપે આ યાદીમાં કુલ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે ઉત્તર પ્રદેશમાંથી 7, પશ્ચિમ બંગાળમાંથી 1 અને ચંદીગઢથી 1 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

ભાજપે લોકસભાના ઉમેદવારોની 10મી યાદી આજે 10 એપ્રિલે જાહેર કરી હતી. આ યાદીમાં 9 નામ છે. ભાજપની નવી યાદીમાં યુપીની 7 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. નવી યાદીમાં જે સાત બેઠકો પર ભાજપે યુપીના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં મૈનપુરી, કૌશામ્બી, ફુલપુર, અલાહાબાદ, બલિયા, મછિલિશહર અને ગાઝીપુરનો સમાવેશ થાય છે.

નવી યાદી મુજબ ભાજપે બલિયા અને અલ્હાબાદથી પોતાના ઉમેદવારો બદલ્યા છે. મૈનપુરીથી જયવીર સિંહ ઠાકુર, કૌશામ્બીથી વિનોદ સોનકર, ફુલપુરથી પ્રવીણ પટેલ, અલ્હાબાદથી નીરજ ત્રિપાઠી, બલિયાથી નીરજ શેખર, મછિલિશહરથી બીપી સરોજ અને ગાઝીપુરથી પારસ નાથ રાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

સપા પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવની પત્ની અને વર્તમાન સાંસદ ડિમ્પલ યાદવ મૈનપુરીથી ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે ડિમ્પલ યાદવનો મુકાબલો ભાજપના જયવીર સિંહ ઠાકુર સાથે થશે, જે વર્તમાન યોગી સરકારમાં પ્રવાસન મંત્રી છે. જ્યારે ગાઝીપુરમાં મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અન્સારી સામે પારસ નાથ રાય ભાજપના ઉમેદવાર હશે. બલિયાથી ભાજપે વર્તમાન સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તની ટિકિટ રદ કરીને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને આપી છે.

કિરણ ખેરની ટિકિટ કેન્સલ
ચંદીગઢથી વર્તમાન સાંસદ કિરણ ખેરની ટિકિટ રદ કરવામાં આવી છે. અહીંથી પાર્ટીએ તેમના સ્થાને સંજય ટંડન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટંડન ચંદીગઢ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઉપરાંત રીટા બહુગુણા જોશીની ટિકિટ રદ કરીને અલ્હાબાદ બેઠક પરથી ભાજપે નીરજ ત્રિપાઠીને ઉમેદવાર બનાવ્યા છે.

આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએસ અહલુવાલિયાને આસનસોલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અગાવ પાર્ટીએ ભોજપુરી અભિનેતા પવન સિંહને ટિકિટ આપી હતી. ટિકિટ મળ્યાના 24 કલાકમાં પવન સિંહ ચૂંટણી મેદાનમાંથી હટી ગયા હતા. અહલુવાલિયાનો મુકાબલો ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહા સાથે થશે. અહલુવાલિયા છેલ્લી લોકસભા ચૂંટણીમાં રાજ્યની બર્ધમાન દુર્ગાપુર બેઠક પરથી જીત્યા હતા. આ વખતે ભાજપે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષને ટિકિટ આપી છે.

Most Popular

To Top