National

“5000 લોકોના મોતની જવાબદારી હું લઉં છું”, નેપાળના પીએમે સ્વીકારી વાત

નવી દિલ્હી: નેપાળની (Nepal) સરકાર બન્યાને હજું થોડો સમય જ થયો છે. ત્યારે હવે નેપાળના પીએમ (PM) સામે એક મુશ્કેલી આવીને ઉભી છે. એક તરફ નેપાળમાં પ્રચંડની સરકાર બચાવવાની કવાયત ચાલી રહી છે ત્યાં બીજી તરફ પ્રધાનમંત્રી પુષ્પકમલ દાહાલ સામે સામૂહિક હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી પીડિત પક્ષના વકીલ તરફથી પીએમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પ્રચંડ સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેની સુનાવણી કોર્ટમાં 9 માર્ચના રોજ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ 9 માર્ચના રોજ સવારે 10 વાગે આ કેસની સુનાવણી કરશે. સુનાવણીના સમયે પીએમ પ્રચંડને કોર્ટમાં હાજર રહેવા માટેનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

શું છે આ કેસ જેનો આરોપ પ્રચંડે પોતાના માથે લીધો છે ?
જાણકારી મુજબ આજથી ત્રણ વર્ષ પહેલા 15 જાન્યુઆરી 2020નાં રોજ કાઠમંડુમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રચંડના કાર્યકરો દ્વારા શસ્ત્રો ચલાવવામાં આવ્યા હતા જેમાં 17000 લોકોનાં મોત થયા હતા. પીએમ પ્રચંડે કુલ 17000 લોકોના મોતમાંથી માત્ર 5000 લોકોના મોતની જવાબદારી તેમના માથે લીધી હતી. તેઓ કબૂલ્યુ હતું કે 5000 લોકોના મોત મારા કારણસર થયા છે.

14 લોકોએ પ્રચંડ વિરુદ્ધ બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી
સુપ્રીમ કોર્ટના એડવોકેટ કલ્યાણ બુધાથોકી, સુવાસ ગિરી સહિત 8 વકીલો અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ જ્ઞાનેન્દ્ર રાજ અરન સહિત 14 લોકોએ પ્રચંડ વિરુદ્ધ બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. આ રિટ પર સુનાવણીની તારીખ ગુરુવારે નક્કી કરવામાં આવી છે. અરજીકર્તા કલ્યાણ બુધાથોકીએ કહ્યું કે પ્રચંડે પોતે જ જાહેરમાં પાંચ હજાર લોકોની હત્યાની જવાબદારી સ્વીકારી છે, તેથી તેમની સામે આ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પ્રચંડના આદેશ પર લોકયુદ્ધના નામે અનેક સામૂહિક નરસંહાર કરવામાં આવ્યા હતા અને આ યુદ્ધના નિયમો વિરુદ્ધનું કૃત્ય હતું.

પ્રચંડે જણાવ્યું કે 17000 લોકોના મોતનો આરોપ તેમના માથે છે કે ખોટો છે. તેઓએ કહ્યું 12000 લોકોના મોત સરકારી એજન્સી દ્વારા તેમજ તાત્કાલીન શાસકો દ્વારા કરાવવામાં આવી હતી. પણ તેનો આરોપ પણ મારે માથે લગાવવામાં આવ્યો છે. તેઓએ માત્ર 5000 લોકોના મોતની જવાબદારી લીધી છે. વધારામાં તેઓએ કહ્યું છે કે હું આ વાતને સ્વીકારું છું તેમજ આ વાતથી હું પાછળ પણ હટીશ નહિં.

Most Popular

To Top