National

NEET રિ-એક્ઝામના પરિણામો જાહેર, ટોપર્સની સંખ્યામાં મોટો ઘટાડો

નવી દિલ્હી: નીટ 2024ના (NEET 2024) પેપર લીક મામલે મોટો હોબાળો થયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ચુકાદા બાદ વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસમાર્ક્સ કેન્સલ કરવામાં આવ્યા હતા. તેમજ રવિવારે નીટની પરિક્ષા ફરીથી (NEET re-exam) લેવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ કેન્સલ થયા હોય તેમને ફરીથી પરિક્ષા આપવા સુચવવામાં આવ્યું હતું. ત્યારે આવા ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 પૈકી 813 વિદ્યાર્થીઓએ રી એક્ઝામ આપી હતી. જેના પરિણામો (Results) જાહેર થઇ ગયા છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UGની રી-એક્ઝામના પરિણામો પોતાની સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેર કરી દીધા છે. નવા પરિણામોમાં ટોપર્સની સંખ્યા પણ ધટી ગઇ છે. આ સાથે જ રી એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી ગઇ હતી. ત્યારે NTAએ 1563 ઉમેદવારો માટે પુનઃ આયોજિત NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. આ પરિણામોમાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ અધિકૃત વેબસાઇટ exams.nta.ac.in/NEET/ ની મુલાકાત લઈને તેમના પરિણામને ચકાસી શકે છે. તેમજ NEET UG 2024 કાઉન્સેલિંગ પ્રક્રિયા 6ઠ્ઠી જુલાઈ 2024થી શરૂ થવાની છે.

અગાઉ NEET UG રી એક્ઝામની અંતિમ આન્સર કી 30 જૂને બપોરે 1:30 વાગ્યે બહાર પાડવામાં આવી હતી. જણાવી દઇયે કે NTA એ અગાઉ NEET UG પરીક્ષામાં 1563 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપ્યા હતા. પરંતુ વિવાદ થતાં આ ગ્રેસ માર્કસ રદ્દ કરીને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે પુનઃ આયોજિત NEET પરીક્ષામાં 1,563 માંથી 813 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. તેમજ દેશના એ જ 6 કેન્દ્રો પર ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી કર જ્યાં ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. આ છ કેન્દ્રોમાં બાલોદ છત્તીસગઢ, દંતેવાડા છત્તીસગઢ, સુરત ગુજરાત, મેઘાલય મેઘાલય, બહાદુરગઢ હરિયાણા અને ચંડીગઢનો સમાવેશ થાય છે.

NEET UG ટોપર્સની સંખ્યામાં ઘટાડો થયો
NEET UG પરીક્ષા માટે ફરીથી હાજર થયેલા 813 ઉમેદવારોમાંથી કોઈએ 720/720 અંક મેળવ્યા નથી. તેમજ ટોપર્સની સંખ્યા પણ 67 થી ઘટીને 61 થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, 720/720નો પરફેક્ટ સ્કોર મેળવનાર છ માંથી પાંચ ઉમેદવારોએ ફરીથી પરીક્ષા આપી હતી. જેમણે 680થી વધુ માર્ક્સ મેળવ્યા છે. મળતી માહિતી મુજબ, ચંદીગઢના ગ્રેસ માર્ક્સ મેળવનારા બે વિદ્યાર્થીઓમાંથી એકેય ઉમેદવાર પરીક્ષામાં હાજર રહ્યા ન હતા. ત્યારે છત્તીસગઢના 602 વિદ્યાર્થીઓમાંથી 291, ગુજરાતમાંથી 1 વિદ્યાર્થી, હરિયાણાના 494 વિદ્યાર્થીઓમાંથી 287 અને મેઘાલયના તુરામાંથી 234 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Most Popular

To Top