નવી દિલ્હી: એનડીટીવીના (NDTV) વરિષ્ઠ એકિઝક્યુટિવ એડિટર રવીશ કમારે બુધવારના રોજ રાજીનામું (Resignation) આપી દીધું છે. જણાવી દઈએ કે તેઓએ પોતાના કાર્યકાળ દરમ્યાન હમ લોગ, રવીશ કી રિપોર્ટ, દેશ કી બાત અને પ્રાઈમ ટાઈમ સહિતના ઘણાં શો (Show) કર્યા છે. તેઓએ રામનાથ ગોએન્કા એક્સેલન્સ તેમજ વર્ષ 2019માં રેમન મેગ્સેસ એવોર્ડ મેળવ્યો છે. હવે રવીશ કુમાર NDTV માટે શો કરતા જોવા નહીં મળશે. જણાવી દઈએ કે એનડીટીવી ગૃપનાં પ્રેસિડેન્ટ સુપર્ણા સિંહની તરફથી તેમના કર્મચારીઓને એક ઇમેલ મોકલવામાં આવ્યો હતો. આ મેઈલમાં લખવામાં આવ્યું છે કે રવિશ કુમારે એનડીટીવીમાંથી રાજીનામુ આપી દીધું છે અને કંપનીએ તેમનું રાજીનામુ તાત્કાલિક અસરથી અમલી કરવાની વિનંતીનો સ્વીકાર કરી લીધો છે.
જણાવી દઈએ કે NDTVના માલિક અને સ્થાપકે પણ મંગળવારના રોજ NDTVના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. મળતી માહિતી મુજબ પ્રણય રોય અને રાધિકા રોયના રાજીનામા બાદ તરત જ કંપનીના બોર્ડમાં ત્રણ નવા ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી. આ પદ માટે અદાણી ગ્રુપના CEO સુદિપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સેંથિલ સિન્નૈયા ચેંગલવારાયણનો સમાવેશ કરવામાં આવે છે.
એનડીટીવી ગૃપનાં પ્રેસિડેન્ટ સુપર્ણા સિંહે જણાવ્યું હતું કે રવિશ જેવા ખૂબ જ ઓછાં પત્રકારો છે જે લોકોના મન તેમજ મગજ ઉપર પોતાની છાપ ઉભી કરી શકે. રવિશ કુમાર NDTVનો એક અભિન્ન હિસ્સો છે. વધારામાં તેઓએ જણાવ્યું કે તેઓનું યોગદાન ખૂબ જ રહ્યું છે તેમજ તેઓ પોતાની નવી શરૂઆતમાં સફળ થશે.
પ્રણય રોય-રાધિકા રોયે NDTV પ્રમોટર ગ્રુપ RRPRHના ડિરેક્ટર પદથી આપ્યું રાજીનામું
નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV) ના અધિગ્રહણ માટે અદાણી જૂથ દ્વારા લાવવામાં આવેલી ઓપન ઓફર વચ્ચે કંપનીના ડિરેક્ટર પ્રણય રોય અને રાધિકા રોયે RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ (RRPRH) માંથી રાજીનામું આપી દીધું છે. એનડીટીવીએ મંગળવારે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. પ્રણય અને રાધિકાના રાજીનામા બાદ તેમના સ્થાને સુદીપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સંથિલ સમિયા ચંગલવારાયણને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.