National

અજિત પવારની પાર્ટીના નવા કાર્યાલય ખાતે હોબાળો, સમર્થકોએ તાળું તોડી દરવાજો ખોલ્યો

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રનું (Maharastra) રાજકારણ હવે કયો વળાંક લેશે તેના પર સૌની નજર ટકેલી છે. અજિત પવાર (Ajit Pawar) મહારાષ્ટ્રની શિંદે સરકારમાં જોડાયા બાદ રાજ્યમાં રાજકીય હલચલ મચી ગઈ હતી. ત્યારે આજે ડેપ્યુટી સીએમ અજિત પવારે આજે NCPનું નવું કાર્યાલયનું (Office) ઉદ્ધાટન કર્યું હતું. આ ઉદ્ધાટન વખતે હંગામો થયો હતો. અજિત પવાર જૂથને PWDએ ઓફિસની ચાવી ન આપતા નારાજ કાર્યકર્તાઓએ ધક્કો મારીને ઓફિસનો દરવાજો ખોલી નાંખ્યો હતો.

એનસીપી નેતા અજિત પવારે દક્ષિણ મુંબઈમાં સ્થિત પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. તે મંત્રાલયની બરાબર સામે છે. પરંતુ જ્યારે અજિત પવાર જૂથના કાર્યકરોને ચાવી ન મળી ત્યારે તેઓ ગુસ્સે થયા અને બળજબરીથી દરવાજા ખોલ્યાં હતા. જાણકારી મળી આવી છે કે હજું પણ ઘણાં રુમોને ખોલવામાં આવ્યા નથી. નવા કાર્યાલયનું ઉદ્ધાટન થતાં જ થોડા સમય પછી તેઓ પોતાની પ્રથમ કેબિનટ બેઠક માટે ત્યાંથી નીકળી ગયા હતા.

એનસીપીનું નવું કાર્યાલય દરેક સુવિધાથી સજ્જ છે
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર આજે NCPના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. પવારની નવી પાર્ટી ઓફિસ 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને તમામ સુવિધાઓથી સજ્જ છે. તેમણે મંત્રાલયની સામે બંગલા નંબર A/5માં પાર્ટીની નવી ઓફિસ બનાવી છે. તેમની ઓફિસ બાળાસાહેબ ભવન એટલે કે સીએમ શિંદેની શિવસેના ઓફિસની બાજુમાં આવેલી છે. અજિતે NCPની નવી ટીમ બનાવી છે. તેમણે સાંસદ સુનીલ તટકરેને મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે જ્યારે અનિલ પાટીલને વ્હીપની જવાબદારી સોંપી છે.

સંજય રાઉતે કેન્દ્ર પર નિશાન સાધ્યું
મહારાષ્ટ્રમાં NCPમાં ભંગાણ પછી શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાઉતે કહ્યું છે કે આની પાછળ દિલ્હીનું દિમાગ છે. ગુનેગારો અને તેમની ગુના કરવાની રીતો પહેલા જેવી જ છે. સમાન પેટર્ન સાથે તેઓ રાજકારણમાં સીરીયલ કિલર્સ અને સીરીયલ રેપિસ્ટ છે. તેમનો ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે તેઓ પહેલા પક્ષને તોડવાનું કામ કરાવે છે પછી તેઓ તૂટેલા લોકો દ્વારા સંબંધિત પક્ષ સામે કેસ દાખલ કરાવે છે.

શિવસેનાનો રાજકીય મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
મહારાષ્ટ્રમાં શિવસેનાનો રાજકીય મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ધારાસભ્ય સુનીલ પ્રભુએ કોર્ટમાં અરજી કરી છે. પ્રભુએ એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર ધારાસભ્યો સામેની ગેરલાયકાતની અરજીઓ પર વહેલી તકે નિર્ણય લેવા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને નિર્દેશ આપવાની માંગ કરી છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવી
મહારાષ્ટ્ર કોંગ્રેસે આજે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ પર દાવો કરવાના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સેક્રેટરી એચકે પાટીલ આ બેઠકમાં ભાગ લેશે. એનસીપી નેતા અજિત પવારના રાજીનામા બાદ વિપક્ષના નેતાનું પદ ખાલી થઈ ગયું હતું.

શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણનું કહેવું છે કે વિધાનમંડળ પક્ષમાં વિભાજન થયા બાદ શરદ પવારની આગેવાની હેઠળની NCP સાથે કેટલા ધારાસભ્યો છે તે જાણ્યા પછી વિપક્ષના નવા નેતાની નિમણૂક કરવામાં આવશે.

Most Popular

To Top