નવસારી : નવસારીમાં (Navsari) આપઘાતનું (Suiside) પ્રમાણ વધતું જાય છે. ત્યારે આજે વધુ એક સગીરે ધાબા પરથી કૂદી આપઘાત કરી લીધો છે. ત્યારે સગીરોના આપઘાતનો મામલો શહેરમાં ચિંતાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટ સામે રાશિ આઈકોનમાં ઉધર્વ નાયક તેમના પરિવાર (Family) સાથે રહેતો હતો. ઉધર્વ નવસારીની એ.બી. સ્કૂલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. અને ઉધર્વ અભ્યાસમાં હોશિયાર વિદ્યાર્થી હતો. પરંતુ ઉધર્વ આજે સવારે તેના ઘરના ધાબા પર જઈ મોતનો ભસુકો મારી આપઘાત કરી લીધો હતો. ઉધર્વના આપઘાતને પગલે સ્થાનિકો ગભરાઈ ગયા હતા. જ્યારે પરિવારજનો શોકમાં સરી પડ્યા હતા. ઉધર્વ એકનો એક પુત્ર હોવાથી પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે નવસારી ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી હતી. જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નવસારીમાં આપઘાતના માર્ગે ચઢી રહેલા વિદ્યાર્થીઓ
નવસારીમાં શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈને કોઈ કારણસર આપઘાતનો માર્ગે ચઢી રહ્યા છે. બે દિવસ અગાઉ પણ એક સગીરાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે નવસારીમાં સગીરોના આપઘાતનો મામલો હવે ચિંતાનો વિષય બન્યો છે.
ડાંગ જિલ્લામાં સાપુતારાથી શામગહાનને સાંકળતા ધોરીમાર્ગ પર બે સ્થળે અકસ્માત સર્જાયા
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ટ્રક પલટી મારી ગઈ હતી. જ્યારે બીજા બનાવમાં માલેગામ શામગહાન માર્ગમાં શોર્ટ સર્કીટનાં પગલે પીકઅપ વાન બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલી ટ્રક ન. જી.જે.03 બી.વી. 1489 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત માલ સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે બીજા બનાવમાં માલેગામથી શામગહાન વચ્ચેનાં માર્ગમાં શોર્ટ સર્કીટનાં પગલે માલ સામાનનો જથ્થો ભરેલી પીકઅપ વાનમાં આકસ્મિક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આજરોજ સુરતથી માલસામાનનાં બોક્ષ ભરી નાસિક તરફ જઈ રહેલી પીકઅપ વાન સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ નજીક આકસ્મિક આગ લાગતા સ્થળ પર પીકઅપ વાન સહિત માલ સામાનનો જથ્થો બળીને ખાખ થઈ જતા જંગી નુકસાન થયુ હતુ. ઘટના સ્થળે પીકઅપ વાનમાં ભયાનક આગ પ્રસરી જતા ધુમાડાનાં ગોટે ગોટા ઉડતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પીકઅપવાનમાંથી ચાલક સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ મોટી જાનહાની ટળી હતી. પીકઅપમાં આકસ્મિક આગ લાગતા પીકઅપ વાન સહિત માલ સામાનનો જથ્થો બળીને ખાખ થઈ જતા માલિકને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવ બાબતે સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.