Dakshin Gujarat

નવસારી સબજેલના કેદીઓ તોફાને ચઢ્યા : કમ્પ્યુટર-ટેલિફોન ઉંચકીને પછાડ્યા

નવસારી : નવસારી (Navsari) સબજેલના (Sabjail ) કેદીને (Prisoner) ફોન ન કરવા દેતા કેદીએ સબજેલનું કમ્પ્યુટર (Computar) અને ટેલિફોન (Telephone) તોડી નાંખી 22 હજારનું નુકસાન થયું છે, આ મામલો નવસારી ટાઉન પોલીસ (Police) મથકે પહોંચ્યો હતો.નવસારી સબજેલના કેદીઓને બેરેક વાઈઝ લીસ્ટ મુજબ તેમના સગાં-સબંધીઓ સાથે વાત કરવા માટે ફોન કરાવતા હોય છે. ગત 8મીએ જેલ સહાયક અવિનાશ કુંવર સબજેલની કચેરીના હુકમ મુજબ બેરેલ નં. 3,8,9,10,11 તથા મહિલા વિભાગના બેરેકના કેદીઓનો વારાફરતી લીસ્ટ મુજબ ટેલીફોન પર વાત કરાવતા હતા.

નવસારી સબ જેલમાં ફોન કરવા માટે નામ નોંધાવવું પડે છે
બેરેક નં. 4 ના કેદી રહીમ રજાકઅલી સમનાની લાયબ્રેરી રૂમમાં આવી ગયો હતો. જેથી અવિનાશભાઈએ તેને ટેલીફોન કરવાનો વારો નથી, તમે બહાર જતા રહો તેમ કહ્યું હતું. પરંતુ રહીમે ઉશ્કેરાઈ જઈ ટેલીફોન બુથ ઉપર મુકેલું 20 હજાર રૂપિયાનું કમ્પ્યુટરનું સી.પી.યુ., મોનીટર અને 2 હજાર રૂપિયાના 2 લેન્ડલાઈન ટેલીફોન ઉચકીને જમીન ઉપર પછાડી તોડી નાંખ્યું હતું. જેથી કુલ 22 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. આ બનાવ અંગે જેલ સહાયક અવિનાશભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે રહીમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એચ. ભુવાએ હાથ ધરી છે.
નવસારી સબ જેલમાં ફોન કરવા માટે નામ નોંધાવવું પડે છે અને વારો આવ્યા બાદ પરિવાર સાથે અથવા પરિચિત સાથે લેન્ડલાઈન પરથી ફોન પર વાત કરવામાં આવે છે. ત્યારે એક કેદીએ વારો ન હોવા છતાં જેલ સહાયક સાથે જીવાજોડી સાથે ગેરવર્તન કરીને જેલના કોમ્પ્યુટર અને લેન્ડલાઈન ફોન પછાડી દઈ તોડી નાખતા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
22 હજારનું નુકસાન

સબજેલ મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવવાને લઈને સતત વિવાદ
નવસારી સબજેલ મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવવાને લઈને સતત વિવાદમાં રહેતી આવી છે ત્યારે ફરીવાર એક કેદી એ પિત્તો ગુમાવી જેલ સહાયક સાથે ગેરવર્તન કર્યા ની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. સબ જેલમાં કાચા કામના કેદી રહીમ રજાકલી ને પરિવારને ફોન કરવાનો વારો ન હોવા છતાં જેલ સહાયક અવિનાશ ઉત્તમભાઈ કુંવર જે લાઇબ્રેરીમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમની પાસે આવીને ફોન કરવાની જીદ્દ કરીને ફરજમાં અડચણ ઊભી કરી જેલ વિભાગના જરૂરી સરકારી કોમ્પ્યુટર તથા લેન્ડલાઈન ફોન ઇરાદાપૂર્વક ટેબલ ઉપરથી જમીન ઉપર પછાડી દઈ આશરે 22 હજાર જેટલી કિંમતનું સરકારી મિલકતને નુકસાન પહોંચાડતા જેલ સહાયક અવિનાશ કુંવર દ્વારા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ આપી છે.આ સમગ્ર કેસની તપાસ PSI એસ.એચ. ભુવાને સોંપવામાં આવી છે.

Most Popular

To Top