નવસારી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા પાસેથી નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે 25 હજારના વિદેશી દારૂ (Alcohol) સાથે 2 મહિલાને ઝડપી પાડી હતી.
નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા પાસેથી સુરત પાલનપુર પાટિયા સાઈકૃપા સોસાયટીમાં રહેતી હંસાબેન અશોકભાઈ ચૌધરી તેમજ યુ.પી.ના જોનપુર જિલ્લાના મછલીશહર તાલુકાના મુગરાવાસ અને હાલ સુરત પાંડેસરા હાઉસિંગ સંતોષનગરમાં રહેતા ખુશ્બુબેન પરમોરસિંગ ચૌહાણ પાસેથી 25,260 રૂપિયાની વિદેશી દારૂની 389 નંગ બાટલી સાથે ઝડપી લીધી હતી. દમણ રહેતા કાલુ લંગડાએ દારૂ ભરાવી આપ્યો હોવાનું કબુલતા પોલીસે કાલુ લંગડાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બાબતે આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.
પારડીના ઓરવાડ ગામે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા
પારડી : પારડી તાલુકાના ઓરવાડ ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જેટલા જુગારીયાઓને પારડી પોલીસે ઝડપી પાડ્યા હતાં. પોલીસને મળેલ બાતમીના આધારે ઓરવાડ ગામે ગાયત્રી ભજીયા વાળાની પાછળ ખુલ્લી જગ્યામાં રેડ કરતા રેમાભાઇ ચતુરભાઈ કેવઠીયા , સુનિલ નારણભાઈ પટેલિયા( બંને રહે. ઓરવાડ) વિનોદ ઘનશ્યામભાઈ બુટીયા (રહે. ઉમરગામ) કિરણ કિશોરભાઈ કેવઠીયા (રહે. ઓરવાડ) સમીર રામચંદ્ર અજમેરી (રહે. મોતીવાડા) જુગાર રમતાં ઝડપાઇ ગયા હતા. પોલીસે રોકડ રૂપિયા 1810 મળી કુલ 7,500 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
ગણદેવી તોરણગામેથી તીનપત્તીનો જુગાર રમતા 3 ઝડપાયા
નવસારી : ગણદેવી પોલીસે બાતમીના આધારે તોરણગામેથી તીનપત્તીનો જુગાર રમતા 3ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે, તોરણગામે અંબિકા નદીના ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યાં છે. જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે જઈ છાપો મારતા તીનપત્તીનો જુગાર રમતા તોરણગામે ચોરમલા ફળીયામાં રહેતા કિશનભાઈ અમ્રતભાઇ હળપતિ, વિજયભાઈ શંકરભાઈ હળપતિ અને વિપુલભાઈ ગોવિંદભાઈ હળપતિને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે 1,170 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.