નવસારી : નવસારી (Navsari) બાર એસોના (Bar Assoc) વોટ્સએપ ગૃપમાં (Whatsapp group) બિભત્સ વિડીયો (video) મુકાતા વોટ્સએપ ગૃપમાં મહિલા વકીલ સહીત 252 સભ્ય શરમમાં મુકાયા હતા. પરંતુ ગૃપમાંથી વિડીયો ડીલીટ થાય તે પહેલા જ વીડિયોના સ્ક્રીન શોર્ટ વાઇરલ (Viral) ચકચાર મચી ગઈ હતી.હાલ સોશિયલ મીડિયાનો યુગ છે. દેશ-વિદેશમાં ખૂણે-ખૂણે બનતી ઘટનાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા લોકોને જાણ થાય છે. સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં અવરનેસ લાવવાનું કામ પણ કરવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં વાઇરલ થતી કેટલીક પોસ્ટ અને વીડિયોને કારણે વિવાદ પણ થતો રહે છે. નવસારીમાં સોશિયલ મીડિયા ગૃપમાં એક બિભત્સ વિડીયો મુકાતા ચકચાર મચી ગઈ હતી.
- વોટ્સએપ ગૃપમાંથી વિડીયો ડીલીટ થાય તે પહેલા સ્ક્રીન શોર્ટ વાઇરલ થયા
- ગૃપ એડમીને વિડીયો મુકનાર સભ્યને તાત્કાલિક ગૃપમાંથી રીમુવ કરી દીધો
- ગૃપમાં નવસારીના પુરૂષ અને મહિલા વકીલો સહીત 252 સભ્ય હતા
મહિલા સભ્યો સહીત 252 સભ્યો શરમમાં મુકાયા
નવસારી બાર એસો. વકીલો દ્વારા વોટ્સએપ ગૃપ બનાવવામાં આવ્યું હતું. જે ગૃપમાં નવસારીના પુરૂષ અને મહિલા વકીલો સહીત 252 સભ્ય હતા. આજે આ ગૃપમાં એક સભ્ય દ્વારા એક બિભત્સ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જે વીડિયોને લઈ ગૃપના સભ્યોએ વિડીયો મુકનાર સભ્યને મેસેજો કરી વિડીયો ડીલીટ કરવા સાથે ફટકાર પણ આપી હતી. આ વીડિયોને ગૃપના મહિલા સભ્યો સહીત 252 સભ્યો શરમમાં મુકાયા હતા. પરંતુ આ વિડીયો ડીલીટ થાય તે પહેલા જ વીડિયોના સ્ક્રીન શોર્ટ વાઇરલ થઇ ગયા હતા. જોકે ગૃપ એડમીને વિડીયો મુકનાર સભ્યને તાત્કાલિક ગૃપમાંથી રીમુવ કરી દીધો હતો.
વિદ્યાર્થીઓએ ‘પોકસો એક્ટ અવેરનેસ’ કાર્યક્રમમાં ભાગ લીધો
વાપી : વલસાડ જિલ્લાની અને શાળાની નિર્ભયા બ્રિગેડ ટીમમાં શાળાના કુલ ૧૦ (૫-કુમારા) વિદ્યાર્થીઓ અને શિક્ષિકા પલ્લવીબેન પટેલ સાથે ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ ખાતે સંવિધાન દિવસની ઊજવણી અને પોકસો એકટ અવેરનેસ અંતર્ગત ONE DAY ORIENTATION PROGRAMME માં સાવન એસ.બામરોટિયા (સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, વલસાડના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો.
ગુજરાત હાઈકોર્ટ અને જજ ઉપસ્થિત રહ્યાં હતાં
જેમાં રાજ્યની લગભગ ૫૦ જેટલી શાળાઓના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ અને જજ સોનિયાબેન ગોકાણી ઉપસ્થિત રહ્યાં હતાં. એક વિશિષ્ટ અને જ્ઞાન સભર કાર્યક્રમમાં શાળાના બાળકોને ભાગ લેવાની તક આપવા બદલ અતુલ કેળવણી સંચાલક મંડળ, આચાર્ય સુનિલ પટેલ તથા સમગ્ર કલ્યાણી પરિવારે જિલ્લા શિક્ષણાધિકારી બારીયા, શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ વલસાડનો આભાર વ્યકત કર્યો હતો.