નવરાત્રિ પર્વની ઉજવણી ધમધમાટ ચાલી રહ્યો છે. તો નવરાત્રિમાં (Navratri) આઠમનું અને આઠમે મહાઆરતીનું (Maha Aarti) મહત્વ ઘણું હોય છે. કોરોનાકાળના (Corona Period) બે વર્ષ બાદ (Two years later) સુરતમાં વિવિધ સ્થળોએ અને પાર્ટી પ્લોટો સહિતના સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે સુરતના વરાછાના (Varachha) ઉમિયા ધામના (Ummiya Dham) મંદિરમાં આઠમે યોજાતી માતાજીની મહાઆરતીનું અનેરુ મહત્વ અને લહાવો હોય છે. આજે રાત્રે સુરતના ઉમિયાધામ મંદિરમાં 35 હજાર શ્રદ્ધાળુઓના હાથમાં દીવડા ઝગમગ્યા હતા. નવરાત્રિમાં આજે આઠમા નોરતાની ઉજવણી અને નિવેદ ઠેર ઠેર થઈ રહ્યા છે, ત્યારે સુરતનાં વરાછામાં આવેલા ઉમિયાધામ મંદિરમાં ભક્તો અનેરો ઉત્સાહ દાખવ્યો હતો.
હાથોમાં લગભગ 35 હજારથી વધુ હાથમાં દિવડા ભક્તો પ્રગટાવી મહાઆરતી કરી
હાથોમાં લગભગ 35 હજારથી વધુ હાથમાં દિવડા ભક્તો પ્રગટાવી મહાઆરતી કરી હતી. આજની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓનો પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે ઉમિયાધામની મહાઆરતીમાં 25 હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ હાથમાં દિવડા લઈ ઉમિયાધામને ઝગમગાવ્યા હતા. આ મેદાનમાં આશરે 150 જેટલી મશાલ પણ જોવા મળી હતી.સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયયાધામ મંદિરે સો-બસો કે પાંચસો-સાતસો નહિં પણ એકસાથે થતી હોય છે 35,000 થી પણ વધુ દિવડાની આરતી. કદાચ ભારતમાં ગુજરાતમાં માત્ર સુરત જ એક શહેર એકમાત્ર એવું છે જ્યાં 25,000થી પણ વધુ દિવડાઓ એકસાથે પ્રગટે છે અને સૌ કોઇ હાથમાં દિવડા લઇને મા ઉમિયાની આરતી કરીને નવરાત્રીની ઉજવણી કરે છે.ઉમિયાધામ મહિલા મંડળના આયોજક રશ્મિકાબેન પટેલના જણાવ્યા અનુસાર વર્ષોથી અહિં દીવડાંઓની મહાઆરતી થાય છે.
કોરોનાના બે વર્ષ પછી જયારે આ વર્ષ ખાસ મહત્વનું
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી અહિં દીવડાંઓની મહાઆરતી થાય છે. અને ખાસ સુરતમાં જ આ આરતી થાય છે. લોકો અહિં આવે છે અને પ્રત્યેક જણા હાથમાં દિવડા લઇને આરતી કરે છે.જેથી દરેકને મહાઆરતીનો લાભ મળે છે. કોરોનાના બે વર્ષ પછી જયારે આ વર્ષ ખાસ મહત્વનું છે, ત્યારે ભક્તિ શક્તિનો સમન્વય જોવા મળશે. આઠમના દિવસે સવારથી નવચંડી યજ્ઞ, ભૂદેવોના હાથે રક્ષા પોટલી બાંધવાનો કાર્યક્રમ આયોજિત થયો હતો.ઉમિયાધામમાં જ્યારે આઠમની મહાઆરતી થાય છે. ત્યારે આસપાસની બધી જ લાઇટો બંધ કરીને માત્ર દિવડાઓનાં પ્રકાશથી માતાજીની આરાધના કરવામાં આવે છે. જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ માથે ગરબી લઈને ગરબે ઘૂમે છે. સાથે જ 150 જેટલી મશાલો પણ રાખવામાં આવે છે, જે વાતાવરણને દિવ્ય બનાવે છે.