નવસારી: નવસારીમાં (Navasari) મૂશળધાર પાણી અને પૂર્ણા નદીમાં (Purna River) આવેલા પૂરના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવની સ્થિતિ નિર્માણ થઈ હતી. આજે નવસારીના વેરાવળ ખાતે આવેલા હિદાયતનગરના ગધેવાન ફળિયાના ચાર મકાનનો પાછળનો ભાગ ધરાશાયી (Building Collapsed) થયો હતો. થોડા દિવસ પહેલા પૂર્ણા નદીમાં આવેલા પૂરના લીધે આ મકાનોમાં પાણી ભરાયા હતા. પાણી ઓસર્યા બાદ આજે વહેલી સવારે ચાર મકાનના પાછળનો ભાગ બેસી જતાં મકાનની છત તૂટી જવા પામી હતી. જેને કારણે મકાન માલિકે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. રાહતની વાત એ હતી કે, ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. નવસારી ફાયરની ટીમને જાણ કરતા ફાયર વિભાગે મકાનની આજુ બાજુના અન્ય ચાર મકાનો પણ ખાલી કરાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારના વેરાવળ જતા માર્ગ પર આવેલા હિદાયતનગરના ગધેવાન ફળિયામાં આજે વહેલી સવારે ચાર મકાનોના પાછળનો ભાગ બેસી જતાં મકાન ધરાશાયી થયા હતા. એ સમયે મકાનના પાછળના ભાગે કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી. પરંતુ મકાનોને ભારે નુકસાન થયું હતું. નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા પૂર આવે એ પહેલા પાછળથી પસાર થતી ખાડીને જેસીબી દ્વારા ઊંડી કરવા માટે ખોદવામાં આવી હતી. જેને કારણે પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે આ મકાનોની પાછળની ખાડીમાં પાણીએ ધોવાણ કરતાં મકાનના પાછળના ભાગની માટી ધોવાઇ ગઈ હતી. પાણી ઓસર્યા બાદ ચાર મકાનોના પાછળનો ભાગ પાણીમાં ભારે વહેણને કારણે ધોવાઈ ગયો હોવાથી ચાર મકાનના પાછળનો ભાગ જમીનમાં બેસી ગયો હતો અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
સમગ્ર ઘટના અંગે નવસારી વિજલપોર નગરપાલિકાની ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા અન્ય ચાર જેટલા મકાનોમાં પણ ધોવાણ થયેલું હોવાનું જણાતા આજુબાજુના અન્ય ચાર મકાનોને પણ હાલમાં ખાલી કરવામાં આવ્યા છે. કારણ કે તે મકાન પણ તૂટી પડે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. સ્થાનિકોએ પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો આરોપ લગાવ્યો છે.
ભરૂચ જિલ્લાના શંખેશ્વર મહાદેવ મંદિરનું ધોવાણ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક શંખેશ્વર મહાદેવનું મંદિરએ ભાવિકભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. વઢવાણા ગામે શંખેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું છે. ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું ભારે ધોવાણ થઇ રહ્યું છે. ત્યારે મંદિરનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની અત્યંત આવશ્યક છે. મંદિરના મહંતએ આ બાબતે જણાવ્યું હતું કે, વરસાદના કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઇ રહ્યો છે. આમને આમ રહેશે તો બે ચાર ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં મંદિરની મોટાભાગની જગ્યા ધોવાઇ જશે. આ જોતાં કોઈ જમીન સંરક્ષણ માટે દિવાલ નહીં બને તો મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી. સંરક્ષણ દિવાલ બાબતે ગયા વર્ષે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલા