સુરત : મનપા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં (Nature Park) આગામી પહેલી સપ્ટેમ્બરથી ત્રણ સિંહબાળનું (Lion Cub) આકર્ષણ ઉમેરાશે. નેચરપાર્કમાં સિંહણ વસુધા અને સિંહ આર્ય વચ્ચે સંવનન થયા બાદ ગત તારીખ 30 મેના રોજ વસુધાએ ત્રણ સિંહબાળને જન્મ (Birth) આપ્યો હતો. આ બચ્ચાઓની સતત સીસીટીવીથી (CCTV) નજર રાખવામાં આવતી હતી. હવે 31 ઓગસ્ટ ના રોજ વેક્સિનેશન (Vaccination) થયા બાદ આ ત્રણેય સિંહબાળને નેચરપાર્કમાં તેના પાંજરામાં વિહરતા કરી દેવાના હોય મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મનપા સંચાલિત નેચર પાર્ક માં એનિમલ એક્ષચેન્જ સ્કીમ હેઠળ જંગલ સફારી નયારાયપુરથી 5મી ઓકટો., 2020ના રોજ 1100 કિલોમીટરનું અંતર કાપીને સિંહ આર્ય અને સિંહણ વસુધાની જોડીને સુરત લાવવામાં આવી હતી.
સિંહણ વસુધાએ પ્રસુતિ વખતે સતત આઠ કલાક ચાલ્યા બાદ બચ્ચાને જન્મ આપ્યો હતો
આઠ વર્ષની ઉંમર ધરાવતી વસુધા સિંહણની આખી પ્રસુતિ 8 કલાક સુધી ચાલી હતી. જેનું નેચરપાર્કના અધિકારીઓ-કર્મચારીઓએ CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ કર્યું હતું. હાલમાં આ બચ્ચા ખુલ્લામાં જઈ શકે તેમ હોવાથી આજે ટ્રાયલ માટે બહાર કાઢવામાં આવ્યા હતા. 31મી ના રોજ વેક્સિનેશન કામગીરી પૂરી થયા બાદ 1 સપ્ટેમ્બરથી આ બચ્ચાને સિંહની જોડી સાથે નેચર પાર્કમાં લોકો જોઈ શકશે.
બગસરાના સુડાવડ ગામના ખેતરમાં 4 સિંહો આવી ચડ્યા, કલાકો સુધી ધામો નાખ્યો
અમરેલી: અમરેલીમાં સિંહોની સંખ્યા છેલ્લા 3 વર્ષથી વધી રહી છે. અમરેલીમાં બગસરાના સુડાવડ ગામમાં 4 સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હતા. ખેતરમાં ચાર સિંહને લટાર મારતાં જોઈ કામ કરતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમરેલી જિલ્લામાં સિંહો દિવસ રાત ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં આવી જાય છે અને પશુના મારણ કરે છે. ત્યારે સોમવારે બગસરાના ગ્રામ્ય વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં ઉપર વાયરલ થયો છે. અહીં સુડાવડ ગામ નજીક દિવસ દરમ્યાન 4 સિંહો આવી ચડ્યા હતા. આસપાસના અનેક ગામડાઓમાં શિકારની શોધમાં ભટકતા હતા અને ત્યારબાદ અહીં કલાકો સુધી ધામા નાખ્યા હતા. જેના કારણે અહીં ખેતીવાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતો પણ થોડીવાર માટે મુશ્કેલીમા મુકાય ગયા હતા.