નાટોનું આખું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન છે. આ યુરોપ અને ઉત્તર અમેરિકન દેશોનું એક સૈન્ય તથા રાજકીય ગઠબંધન છે.નાટોની સ્થાપના 4 એપ્રિલ 1949ના રોજ થઈ હતી. તેનું હેડ ક્વાર્ટર બેલ્જિયમના બ્રસેલ્સમાં છે. નાટોની સ્થાપના સમયે અમેરિકા સહિત 12 દેશ તેના સભ્ય હતા. અત્યારે નાટોના 30 સભ્ય દેશો છે, જેમાં 28 યુરોપિયન અને બે ઉત્તર અમેરિકન દેશ છે. આ સંગઠનની સૌથી મોટી જવાબદારી નાટો દેશો અને તેની આઝાદીની રક્ષા કરવાની છે. નાટોની કલમ-5 અનુસાર, તેના કોઈપણ સભ્ય દેશ પર હુમલાને નાટોના તમામ દેશો પર હુમલો માનવામાં આવશે.
1952માં નાટો સાથે જોડાયેલ તુર્કી તેનો એકમાત્ર મુસ્લિમ સભ્ય દેશ છે. 1949માં રાષ્ટ્રપતિ હેરી દ્રુમેનના હસ્તાક્ષર સાથે જ અમેરિકા નાટો સાથે જોડાઈ ગયું હતું. 1949માં રાષ્ટ્રપતિ હેરી દ્રુમેનના હસ્તાક્ષર સાથે જ અમેરિકા નાટો સાથે જોડાઈ ગયું હતું.12 દેશોએ કરી હતી. નાટોના 12 સ્થાપક દેશોમાં અમેરિકા, બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાંસ, આઈસલેન્ડ, ઈટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુનાઈટેડ કિંગ્ડમ સામેલ હતા. બીજા વિશ્વ યુદ્ધ પછી સોવિયેત સંઘને રોકવા માટે અમેરિકન અને યુરોપિયન દેશોએ એક સૈન્ય ગઠબંધન બનાવ્યું હતું, જેને નાટો નામથી ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘ અને અમેરિકા બે સૌથી મોટી તાકાત બનીને ઊભરી આવ્યા, જે દુનિયા પર પોતાનો દબદબો જાળવી રાખવા ઈચ્છતા હતા.
તેનાથી અમેરિકા અને સોવિયેત સંઘના સંબંધો બગડવા લાગ્યા અને તેમની વચ્ચે કોલ્ડ વૉરની શરૂઆત થઈ. સોવિયેત સંઘની કમ્યુનિસ્ટ સરકાર બીજા વિશ્વયુદ્ધ પછી નબળા પડી ચૂકેલા યુરોપિયન દેશો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. સોવિયેત સંઘની યોજના તુર્કી અને ગ્રીસ પર પોતાનો દબદબો બનાવવાની હતી. તુર્કી અને ગ્રીસ પર કંટ્રોલથી સોવિયેત સંઘ બ્લેક સી દ્વારા થનારા દુનિયાના વ્યાપારને નિયંત્રિત કરવા માગતું હતું. સોવિયેત સંઘની આ વિસ્તારવાદી નીતિઓથી પશ્ચિમી દેશો અને અમેરિકા સાથએના તેના સંબંધો સંપૂર્ણપણે ખરાબ થઈ ગયા. આખરે યુરોપમાં સોવિયેત સંઘના પ્રસારને રોકવા માટે યુરોપિયન દેશો અને અમેરિકાએ મળીને નાટોનો પાયો નાખ્યો હતો.
2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદીઓનાં હુમલા પછી નાટોએ પ્રથમવાર આર્ટિકલ-5નો ઉપયોગ કર્યો હતો. તેના અંતર્ગત અફઘાનિસ્તાનમાં આતંકીઓ અને તાલિબાન વિરુદ્ધ નાટો દેશોના સૈનિકોએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. નાટોનો સામનો કરવા માટે સોવિયેત સંઘે 14 મે 1955ના રોજ વારસા ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે WTO કે વારસા પેક્ટ કર્યુ હતું. વારસા પેક્ટ સોવિયેત સંઘ સહિત 8 દેશો અલ્બાનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા વચ્ચે થયું હતું. જો કે, સોવિયેત સંઘના વિઘટન પછી 1 જુલાઈ 1991ના રોજ વારસા પેક્ટ ખતમ થઈ ગયું હતું. જો કે, નાટોના સભ્ય હવે ભલે 30 જેટલા દેશ હોય પરંતુ નાટો અમેરિકાની કઠપૂતળી છે. તે હંમેશા અમેરિકાના ઇશારે જ નાચે છે તે સાબિત થઇ ચૂકયું છે.
વિશ્વમાં અત્યાર સુધીમાં થયેલા પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ સિવાયની વાત કરીએ તો ઇરાક અને ઇરાક વચ્ચેનો વોર, ભારત પાકિસ્તાન વચ્ચે વોર, ઇરાન ઇરાક વચ્ચે વોર, ભારત અને ચીન વચ્ચે વોર આ કેટલીક મોટી વોર છે. પરંતુ નાટોનો જ્યાં ઉપયોગ થયો છે તે અમેરિકાએ જ કર્યો છે. સિરિયા, અફઘાનિસ્તાન અને ઇરાક આ ત્રણેય સામે અમેરિકાએ મોરચો ખોલ્યો ત્યારે નાટોની સેનાનો ઉપયોગ થયો હતો. આ સિવાય અન્ય કોઇ વોરમાં મોટા પાયે નાટોનો ઉપયોગ થયો હોય તેવા ઉદાહરણ નથી એટલે તેનો સીધો અર્થ છે કે નાટો અમેરિકા જેમ નચાવે તેમ નાચે છે.
અમેરિકાએ અફઘાનિસ્તાન, ઇરાક અને સિરિયામાં સૈન્ય કાર્યવાહી કરી તેને સમગ્ર દુનિયાએ પણ યોગ્ય ગણાવી અને હવે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે માનવતાવાદીઓ ફરી એક વખત રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન થયેલા યુદ્ધ કે પછી ગૃહ યુદ્ધ નાટોના જેટલા સભ્ય દેશ છે તે પૈકી એકને પણ નાટોની સેનાની જરૂર પડી નથી. નાટોએ અત્યાર સુધી જેટલી પણ કાર્યવાહી કરી છે તે અમેરિકાના હિતમાં જ કરી છે એટલે નાટો અમેરિકાની કઠપૂતળી છે તેમ કહીએ તો કંઇ જ ખોટુ કહી શકાય તેમ નથી. જો કે, નાટો હવે મેદાનમાં આવે કે નહીં આવે પરંતુ બે પડોશી દેશ વચ્ચે શરુ થયેલું યુદ્ધ ન્યુક્લિયર વોરમાં પરિવર્તિત નહીં થાય તેવી ભગવાનને તમામ દેશે પ્રાર્થના કરવી જોઇએ કારણ કે વોર કોઇ પણ જીતે, જમીન કોઇ પણ દેશ ગુમાવે પરંતુ ન્યુક્લિયર વેપન્સ વિનાશ જ વેરે છે.