Entertainment

વિજય દેવરાકોંડા અને નેશનલ ક્રશ માલદીવમાં વેકેશન મનાવી રહ્યા છે?

મુંબઈ: ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની (Pushpa: The Rise) શ્રીવલ્લી તેમજ નેશનલ ક્રશ (National Crush) રશ્મિકા મંદાનિએ બોલિવૂડમાં (Bollywood) જોરદાર એન્ટ્રી (Entry) કરી છે. તેની ફિલ્મ ‘ગુડબાય’ રિલીઝ થયા બાદ તે વેકેશન (Vacation) માણી રહી છે. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર જોવા મળી હતી. અભિનેત્રીએ તેના વેકેશનનો પહેલો ફોટો શેર કર્યો છે. આ તસવીર શેર કરતી વખતે તેણે લખેલું કેપ્શન વાંચીને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેની સાથે તેના રૂમી બોયફ્રેન્ડ અને સ્ટાર વિજય દેવરાકોંડા પણ છે.

રશ્મિકાના કેપ્શનમાં શું લખ્યું છે
રશ્મિકાએ તેની ઈન્સ્ટોરીમાં શેર કરેલા ફોટોમાં તે સફેદ અને નારંગી રંગના ફ્લોરલ ગાઉનમાં જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું, ‘હાઈ લવ’ અને દિલનું ઈમોજી બનાવ્યું. હવે તેના આ કેપ્શન બાદ સમાચારોનું તોફાને ઝડપી ગતિ પકડી છે. કોમેન્ટ્સમાં લોકો પૂછી રહ્યા છે કે શું વિજયે આ તસવીર ક્લિક કરી છે?

શા માટે ચાહકોને શંકા હતી
જણાવી દઈએ કે જે દિવસે રશ્મિકા મુંબઈ એરપોર્ટથી માલદીવ જવા રવાના થઈ હતી તે જ સમયે સૂત્રો પાસેથી જાણકરી મળી આવી હતી કે વિજય દેવરાકોંડા તેના થોડા સમય પહેલા જ મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગયો હતો. જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી બંનેના અફેરના સમાચારો સામે આવી રહ્યાં છે. તેમજ બંનેએ બે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

આ વાત રશ્મિકાએ રિલેશનશિપ પર કહી હતી
રશ્મિકા મંદાનિ અને વિજય દેવરાકોંડાએ તેલુગુ ફિલ્મો ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’માં સાથે કામ કર્યું છે. રશ્મિકા અને વિજય દેવરાકોંડાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી અને રિયલ લાઈફ જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. બંને ફિલ્મો બ્લોકબસ્ટર રહી છે. થોડા સમય પહેલા રશ્મિકાએ પોતાના અને વિજયના સંબંધ વિશે વાત કરતા કહ્યું હતું કે મેં અને વિજયે તેમની કારકિર્દીની શરૂઆતમાં સાથે કામ કર્યું છે અમે સારા મિત્રો છે. વઘારામાં તેણે જણાવ્યું હતું કે આપણી વિચારસરણીવાળા લોકો મળી જાય તો પણ કામ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. તેમજ સરખી વિચારસરણી હોવાથી તમે સારા મિત્રો પણ બની જાઓ છો.

Most Popular

To Top