National

‘વંદે માતરમ’ અને ‘જન ગણ મન’ને એક સમાન સન્માનનો દરજ્જો પ્રાપ્ત છે : સરકારનો HCને જવાબ

નવી દિલ્હી : રાષ્ટ્રગીત (national Anthem) માટે માંન સન્માન અને ગર્વની લાગણી દરેક ભરતીયોના (Indians) હૈયામાં હોય જ છે. ત્યારે કેન્દ્ર સરકારે (Central Govt) દિલ્હી હાઇકોર્ટને કહ્યું હતું કે,’જન ગણ મન’ (Jan Gana Man ) અને ‘વંદે માતરમ’ (Vande Mataram) બન્નેને એક સમાન સન્માનનો અધિકાર પ્રાપ્ત થયૉ છે. અને દરેક દેશવાસીઓ પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ આ બન્નેનું સંમ્માન કરે.સરકાર તરફે અપીલ કરનાર અશ્વિની ઉપાધ્યાયની યાચિકાના જવાબના અનુસંધાનમાં આ કહેવામાં આવ્યા છે.

  • બન્નેને એક સમાન સન્માનનો અધિકાર પ્રાપ્ત થયૉ છે
  • વંદે માતરમને પણ અનિવાર્ય રીતે દરરોજ ગાવામાં આવે તેવી અપીલ

દાખલ યાચિકામાં આ માંગ કરવામાં આવી હતી
અશ્વિન ઉપાધ્યાય દ્વારા એક યાચિકા કરવામાં આવી હતી. આ યાચિકમાં ‘જન ગન મન’ અને ‘વંદે માતરમ’ ગીતોને લઇને દિશાનિર્દેશ બતાવવાની માંગ કરવામાં આવી હતી. આ યાચિકામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. જે મુજબ આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં વંદે માતરમને પણ અનિવાર્ય રીતે દરરોજ ગાવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.

દિલ્હી હાઇકોર્ટેની દખલની જરૂર નથી
સરકારે દિલ્હી હાઇકોર્ટમાં જવાબ દાખલ કરતા કહ્યું હતું કે આ વાત સાચી છે કે,પ્રિવેંશનલ ઓફ ઇલટ્સ નેશનલ ઓનર એક્ટ 1971 ના મુજબ રાષ્ટ્રગાનમમાં બાધા નાખવા બદલ જે રીતના પ્રવધનો કરવામાં આવ્યા છે તેવાજ નિયમો રાષ્ટ્રીય ગીત માટે નથી. પરંતુ રાષ્ટ્રીય ગાનની જેમ રાષ્ટ્રીય ગીતની પણ પોતાની જ ગરિમા અને સન્માન છે.

સરકારે કહ્યું કે,આ મામલામાં કોર્ટનું દખલ કરવા માટે કોઈ દાયિત્વ નથી બનતું.સરકારે આ વિષયમાં સુપ્રીમ કોર્ટના વર્ષ 2017ના આદેશોનો પણ ઉલ્લેખ કર્યો હતો.જેમાં કોર્ટે ‘જન ગન મન’ અને વંદે માતરમને બઢાવો આપવા બને માટે નીતિઓ બનાવવાની સુનાવણીને લઇને કોઈ પણ પ્રકારની ટિપ્પણી આપવા માટેનો ઇન્કાર કરી દીધો હતો.

Most Popular

To Top