National

નેઝલ વેક્સિન માટે જાહેર કરાઈ માર્ગદર્શિકા, જાણો કોણ લઈ શકશે, કોણ નહીં લઈ શકે..

નવી દિલ્હી: હવે નેઝલ વેકસીનો (Nasal vaccine) માર્કેટમાં આવી ગઈ છે. જોકે હવે તેને લેવી કે ન લેવી તેના વિષે અનેક મુંઝવણ (confusion) સતાવી રહી છે. નિષ્ણાતોએ (Experts) હવે એવું કહી રહ્યા છે કે આ રસીની ભલામણ “પ્રથમ બૂસ્ટર” તરીકે કરવામાં આવે છે અને જે લોકોએ તેમનો બુસ્ટર ડોઝ પહેલેથી જ મેળવી લીધો છે તેઓએ નેઝલ વેક્સીન લેવાની જરૂર નથી.

નાક મારફતે લેવાતી રસી પ્રથમ બૂસ્ટર તરીકે લેવા ભલામણ
આ નાક મારફતે લેવાતી રસી પ્રથમ બૂસ્ટર તરીકે ભલામણ કરવામાં આવે છે. દાખલા તરીકે જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ બુસ્ટર ડોઝ લીધો હોય તો તે વ્યક્તિ માટે તેની ભલામણ કરવામાં આવતી નથી. તે એવા લોકો માટે છે જેમણે હજુ સુધી સાવચેતીનો ડોઝ લીધો નથી આ વિશે ડૉ એન.કે. અરોરા જે રોગચાળાની શરૂઆતથી રસીઓના રોલઆઉટ સાથે નજીકથી સંકળાયેલા છે તેમણે એકે અહેવાલને ટાંકીને જણાવ્યું હતું.

18 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે બૂસ્ટર ડોઝ
વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો ખાસ કરીને પડોશી દેશ ચીનમાં કોવિડ -19 કેસોમાં હાલમાં તીવ્ર રીતે વધારો થઇ રહ્યો છે જેની વચ્ચે હવે સરકારે શુક્રવારે 18 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ વેક્સિનને મંજૂરી આપી છે.

રસીનો બૂસ્ટર ડોઝ તરીકે કટોકટીની સ્થિતિમાં ઉપયોગ માટે
આ વીક્સીનનું નામ iNCOVACC છે અને જે આ રસીને બૂસ્ટર ડોઝ તરીકે કટોકટીની સ્થિતિમાં પ્રતિબંધિત ઉપયોગ માટે નવેમ્બરમાં ડ્રગ્સ રેગ્યુલેટરની મંજૂરી મળી હતી. હેટરોલોગસ બૂસ્ટરનો અર્થ છે કે વ્યક્તિને પ્રાથમિક ડોઝ તરીકે પ્રાપ્ત થયેલી રસીમાંથી ત્રીજા શૉટ તરીકે અલગ રસી આપી શકાય છે.

માત્ર બે ટીપા અને તદ્દન સોય-મુક્ત નેઝલ વેક્સીન
માત્ર બે ટીપા અને તદ્દન સોય-મુક્ત નેઝલ વેક્સીન શુક્રવાર સાંજથી કો-વિન પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે અને પાત્ર લોકો મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પરથી તેમનો શોટ બુક કરી શકે છે.નાકની રસી હાલમાં માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ થશે.જેનો સરળ સંગ્રહ અને વિતરણ માટે iNCOVACC 2-8 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર છે.જે માત્ર સાવચેતી અથવા ત્રીજા ડોઝ તરીકે પુખ્ત વયના લોકો દ્વારા લઈ શકાય છે જેમને કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બે ડોઝ સાથે રસી આપવામાં આવી છે.

વેક્સિન કેવી રીતે લઈ શકાશે?
જો તમે બૂસ્ટર ડોઝ ના લીધો હોય તો cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી iNCOVACC પસંદ કરી શકાય છે

શું આ વેક્સિન સુરક્ષિત છે?
ત્રણ ફેઝની ટ્રાયલ પછી આ નેઝલ વેક્સિન અસરદાર સાબિત થઈ છે, જેમાં પહેલા તબક્કામાં 175 તેમજ બીજા તબક્કામાંમાં 200 લોકો પર આ ટ્ર્રાયલ થઈ છે અને ત્રીજા તબક્કામાંની ટ્રાયલ બે રીતે થઈ હતી, જેમાં પહેલી ટ્રાયલ 3100 લોકો પર અને બીજી ટ્રાયલ 875 લોકો પર થઈ હતી, જેમને બૂસ્ટર ડોઝના રૂપમાં લગાવવામાં આવી હતી. કંપનીના કહેવા મુજબ, આ વેક્સિન ખૂબ અસરદાર સાબિત થઈ છે અને સંક્રમણ ફેલાવવાનો ખતરો પણ ઘટી જાય છે

Most Popular

To Top