ભરૂચ: ભરૂચના (Bharuch) નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ (Entry) નહીં હોવા છતાં બેરોકટોક પસાર થંતા એક વર્ષની અંદર અકસ્માતોની (Accident) હારમાળા સર્જાઈ હતી. જેને લઈ તંત્ર દ્વારા 26 મેથી તમામ ભારે વાહનો ઉપર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેની અમલવારી આજથી શરૂ થઈ ગઈ હોવા છતાં પણ અનેક ભારે વાહનો (Heavy Vehicle) દોડતા જોવા મળ્યાં હતાં.
- બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રવેશ બંધ હોવા છતાં બેરોકટોક વાહનો પસાર થાય છે
- 450 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ ઉપર ભારે વાહનોના લીધે અકસ્માતોની વણઝાર સર્જાઈ ગઈ
ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજનું ગત વર્ષે અષાઢી બીજથી લોકાર્પણ કરાયું હતું. હજી બ્રિજ કાર્યરત થયાને એક વર્ષ પણ થયું નથી ત્યાં 450 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ ઉપર ભારે વાહનોના લીધે અકસ્માતોની વણઝાર સર્જાઈ ગઈ હતી. નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ટાળવા ધારાસભ્ય દુષ્યંત પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણૅશ મોદીને રજૂઆત કરી હતી. નર્મદા મૈયા બ્રિજ ઉપર જે ભારે વાહનો જતાં હતાં અને અકસ્માતો સર્જાતા હતા, તેને ધ્યાને લઈ ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી તા.26 મેથી નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી. બસ સહિતનાં ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેની અમલવારી આજથી શરૂ થઈ ગઈ છે. તેમ છતાં આજે અનેક ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી દોડતા નજરે ચઢ્યાં હતાં.
ભરૂચની નર્મદા નદી પર દેશનો સૌથી લાંબો બ્રિજ બન્યો
અંકલેશ્વર: અંકલેશ્વર(Ankleshwar) તાલુકાના સરફુદીન ગામ નજીક નર્મદા(Narmada) નદી(River) ઉપર એક બાદ એક દેશના સૌથી લાંબા બ્રિજો(Brige)નું નિર્માણ સાકાર થઈ રહ્યું છે. અગાઉ કેબલ સ્ટેઇડ બ્રિજ બાદ એક્સપ્રેસ વેનો 8 લેન કેબલ બ્રિજ, હવે 1400 મીટર લાંબો દેશનો સૌથી લાંબો ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેનનો બ્રિજ પૂર્ણ થવા જઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લો અને નર્મદા નદી ભારત માટે પ્રાચીન સમયથી લઈ આજે આધુનિક યુગમાં પણ વેપાર, વાણિજ્ય, ઉધોગ અને વિકાસનું પ્રવશેદ્વાર તેમજ સેતુસમાન જ પૂરવાર થઇ રહ્યું છે. અંગ્રેજોના સમયથી નર્મદા નદી ઉપર પૂર્વ-પશ્ચિમ ભારતને જોડતો 142 વર્ષ જૂનો ગોલ્ડન બ્રિજ હોય કે બાદમાં રેલવેનો સિલ્વર બ્રિજ. મુંબઈ-દિલ્હીને જોડતા હાઇવે પરના જૂના અને નવા સરદાર બ્રિજ. કે ફોરલેન એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ. નર્મદા નદી અને તેના ઉપર બ્રિજ (સેતુઓ)નો આ સિલસિલો આટલેથી નથી અટકતો. જે બાદ એક્સપ્રેસ વે માટે નર્મદા નદી ઉપર તાજેતરમાં જ દેશનો પ્રથમ 8 લેન કેબલ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું.