National

125 વર્ષ જૂની બ્રિટિશ ઓફિસથી સેવા તીર્થમાં શિફ્ટ થયા નરેન્દ્ર મોદી: સાઉથ બ્લોકની ઓફિસે કરી ઇતિહાસની છેલ્લી મિટીંગ, લીધા નવા નિર્ણયો

છેલ્લા 125 વરસથી જવાહરલાલ નહેરૂથી લઈ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી દિલ્હી સ્થિત આવેલી બ્રિટિશ કાળના સાઉથ બ્લોક ખાતેની ઓફિસમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ ચૂકયા છે. આજે આ ઓફિસમાં છેલ્લી કેબિનેટ મીટિંગ કરી નરેન્દ્ર મોદી પીએમઓ સેવા તીર્થમાં પ્રયાણ કર્યું. આજરોજ થયેલી મીટિંગ બાદ સેવા તીર્થ અને કર્તવ્ય ભવન એક અને બેનું ઉદઘાટન કરી તેઓ નવી ઓફિસમાં શિફ્ટ થઈ ગયા બાદ ચાર નવા નિર્ણયો તેમણે લીધા છે. આ નિર્ણયોમાં ચાર મહત્વપૂર્ણ નિર્ણયોમાં પહેલો નિર્ણય પીએમ રાહત યોજનાની શરૂઆત છે. આ યોજના અંર્તગત સડક દુર્ઘટના કે અન્ય અકસ્માતોમાં ઘાયલ લોકોને દોઢ લાખ રૂપિયા સુધી કેસલેશ સારવાર આપવી અને પ્રથમ તે આર્થિક સંકટને લીધે કોઈ પણ વ્યક્તિની જાન ન જવી જોઈએ અને તેને તાત્કાલિક યોગ્ય મેડિકલ સહાય મળવી જોઇએ. સાાથે વુમન એમ્પાવરમેન્ટ હેઠળ ચાલતી યોજનામાં ”લખપતિ દીદી યોજના” માં 3 કરોડથી વધારીને 6 કરોડ મહિલાઓેને લાભ આપવા તેમના સુધી 2029 સુધી પહોંચવાનું લક્ષ્ય. આ સિવાય ખે઼ૂડૂતોને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને એક લાખ કરોડથી વધારીને 2 લાખ કરોડ રૂપિયા કરવાન પ્રસ્તાવ મંજૂર કરાયો જેનાથી કૃષિ સેક્ટર સપ્લાઈ ચેન મજબૂત બને. આ સિવાય યુવાનો અને નવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0 ને 10,000 કરોડ રૂપિયા સુધીની મંજૂરી વગેરે જેવા નિર્ણયો આજે નવી ઓફિસે લેવામાં આવ્યા હતા.

સાઉથ બ્લોકમાં 2014થી વડા પ્રધાન મોદીએ મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇકથી લઈ 2019ના બાલાકોટ હવાઈ હુમલો અને ગયા વર્ષે ઓપરેશન સિંદૂર જેવા મહત્વના નિર્ણય. આ સિવાય વિદેશ અને સંરક્ષણ નીતિમાં વધુ સક્રિય અને નિર્ણાયક અભિગમ જેવા નિર્ણયો આ ઓફિસેથી લેવાયા હતા. હવે આજથી તેઓ નવી પીએમઓ ઓફિસે બેસશે. એટલે કે આજથી મોદીજીની ઓફિસનું સરનામું બદલાશે. આ સંકુલમાં સ્થિત વડા પ્રધાન કાર્યાલયમાં આ છેલ્લી કેબિનેટ બેઠક હતી.

પહેલા જે ઓફિસ હતી એ બ્રિટિશ રાજની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 1900 ના દાયકાની શરૂઆતમાં બ્રિટિશ આર્કિટેક્ટ હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરાઈ હતી. આ બદલાવથી એક યુગનો અંત આવ્યો કારણ કે તમામ સરકારી વિભાગો 1921 કાર્યરત અહીંની સત્તાની બેઠક, નોર્થ અને સાઉથ બ્લોક્સ ખાલી કરવામાં આવી છે અને હવે આ ઇમારતને રાષ્ટ્રીય સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવશે.

દાયકાઓથી, મંત્રાલયો સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારમાં છૂટાછવાયા કાર્યાલયોમાંથી કાર્ય કરતા હતા. હવે, પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય એક જ સંકુલમાંથી કાર્ય કરશે. કર્તવ્ય ભવન એક અને બેમાં કાયદા, સંરક્ષણ, નાણાં, આરોગ્ય અને કૃષિ સહિત અનેક મુખ્ય મંત્રાલયોના કાર્યાલયો રહેશે. આ સંકુલને 4-સ્ટાર GRIHA ધોરણો અનુસાર વિકસાવવામાં આવ્યા છે, જેમાં આઘુનિક ઉર્જા, જળ સંરક્ષણ, કચરો વ્યવસ્થાપન અને સ્માર્ટ સુરક્ષા પ્રણાલીઓ જેવી આધુનિક સુવિધાઓ છે.

Most Popular

To Top