National

નરેદ્ર મોદીએ ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો: ભારતના બીજા સતત લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા નેતા બન્યા

નરેન્દ્ર મોદીએ ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા છે. તેમજ નરેદ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો 4077 દિવસ (તા.24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977) સુધીના સમયગાળાનો રેકોર્ડ તોડ્યો છે. આ રેકોર્ડ તોડી પીએમ મોદીએ આજ રોજ તા.25 જુલાઇ 2025ના શુક્રવારે વડા પ્રધાન તરીકે 4078 દિવસ પૂર્ણ કર્યા.

જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો, હમણાં સુધીમાં જવાહરલાલ નહેરુ સૌથી લાંબા સમય સુધી સતત વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે તા.15 ઓગસ્ટ 1947થી 27 મે 1964 સુધી, એટલે કે કુલ 6126 દિવસ સતત આ વડા પ્રધાનનું પદ સંભાળ્યું હતું. હાલ પીએમ મોદી જવાહરલાલ નહેરુના રેકોર્ડથી 2048 જેટલા દિવસ પાછળ છે.

જોકે, પીએમ મોદી સતત ત્રણ લોકસભાની ચૂંટણી (વર્ષ 2014, 2019, 2024) જીતી જવાહરલાલ નેહરુની બરાબરી કરી ચૂક્યા છે. જો નરેદ્ર મોદી વર્ષ 2029ની લોકસભા ચૂંટણી જીત્યા પછી વડા પ્રધાન બને છે, તો જવાહરલાલ નેહરુનો સતત વડા પ્રધાન બનવાનો રેકોર્ડ પણ તૂટી શકે છે.

પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા:
મોદી વર્ષ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં હતા. ત્યારબાદ, તેઓ વડાપ્રધાન બન્યા હતા.આજ દિન સુધી તેઓ વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. આ રીતે, તેઓ રાજ્ય અને કેન્દ્રમાં ચૂંટાયેલી સરકારના વડા (24 વર્ષથી વધુ)નો હવાલો સંભાળનારા પ્રથમ ભારતીય નેતા બન્યા છે.

સતત 6 ચૂંટણીઓમાં પાર્ટીને વિજય અપાવ્યો:
અહેવાલ મુજબ, નરેદ્ર મોદી ભારતમાં એકમાત્ર એવા નેતા છે જેમણે સતત છ ચૂંટણીઓમાં પાર્ટીને વિજય અપાવ્યો છે. જેમાં વર્ષ 2002, 2007 અને 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને 2014, 2019 અને 2024 માં લોકસભાની ચૂંટણીઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top