SURAT

રામપુરામાં મુસ્લિમોએ અશાંત ધારાનું ઉલ્લંઘન કરી મકાન ખરીદવાનો પ્રયાસ કર્યો

સુરત: રામપુરા (Rampura) વિસ્તારમાં મુસ્લિમો (Muslim) અશાંતધારાનું ઉલ્લંઘન કરી મકાન ખરીદવાનો પ્રયાસ કરતા હોવાની રામપુરા સમસ્ત પંચને માહિતી મળતાં વિરોધ નોંધાવ્યો હતો. શ્રી રામપુરા સમસ્ત પંચે જણાવ્યું હતું કે, રામપુરા વિસ્તારમાં ત્રણ મંદિર આવેલાં છે અને આ વિસ્તાર જૂના સુરત તરીકે પણ ઓળખાય છે. શહેરમાં જ્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, એમાં આ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. રામપુરા મેઇન વિસ્તારનાં કેટલાંક ઘરો મુસ્લિમો દ્વારા ખરીદવાનો પ્રયાસ થતો હોવાની માહિતી પંચને મળતાં વિરોધ નોંધાવ્યો છે. રામપુરા વિસ્તારના રહીશોને માલૂમ પડ્યું કે, તેમના વિસ્તારનાં કેટલાંક મકાનો વધુ રૂપિયા ચૂકવીને મુસ્લિમોએ ઘર ખરીદવાના પ્રયાસ શરૂ કર્યા છે. જેમાં અશાંતધારાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. કાયદાકીય છટકબારી શોધી ખોટા સાક્ષી ઊભા કરીને મકાન ખરીદી કરવાનું નક્કી થઈ રહ્યું છે. જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ.

મનપાની સિક્યુરિટી એજન્સીએ ગાર્ડને પગાર નહીં ચુકવતા વિરોધ પ્રદર્શન
સુરત : સુરત મનપામાં સુરક્ષા કર્મચારીઓ તરીકે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને એજન્સી દ્વારા છેલ્લા એક મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. જેના કારણે સોમવારે સાંજે મનપાના સુરક્ષા કર્મીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને શાસકોને રજુઆત કરી હતી. અગાઉ પણ તેઓ દ્વારા ઘણીવાર રજુઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા આખરે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રજુઆત કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અગાઉ ટેન્ડરર એવી બે સંસ્થાના નવેસરથી ટેન્ડર મંજુર નહીં થતાં તેઓએ પોતાના સિક્યુરિટી ગાર્ડનો પગાર બાકી રાખ્યો હતો. જેથી સુરક્ષા કર્મીઓએ મેયરને રૂબરૂ મળી રજુઆત કરી હતી. જેથી મેયર હેમાલી બોઘાવાલાએ તુરંત જ ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયને આ અંગે જાણ કરીને તાકીદે નિરાકરણ લાવવા સુચના આપી હતી.

Most Popular

To Top