અમેરિકાના સ્વતંત્રતા દિવસ 4 જુલાઈએ વિશેષ હલચલ જોવા મળી, જ્યારે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (હાલ,Twitter) પર એક રાજકીય સર્વે પોસ્ટ કર્યો. તેમણે પોતાના દેશના લોકોને પૂછ્યું કે, “શું આપણે ‘America Party’ બનાવવી જોઈએ?”
આપણે જાણીએ છીએ કે અમેરિકામાં દોઢ સદીથી બે મુખ્ય પક્ષો – ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સનો જ દબદબો રહ્યો છે. પરંતુ મસ્કનો ત્રીજો પક્ષ સ્થાપવાના આ વિચારે હવે અમેરિકન રાજકીય ચર્ચામાં ગરમાવો ઉમેરી દીધો છે.
ટ્રમ્પના બિલથી મસ્ક નારાજ: એલોન મસ્કનો આ વિચાર એકાએક નથી આવ્યું. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા નાણાકીય બિલ – “વન બિગ બ્યુટીફુલ બિલ” (One Big Beautiful Bill) સામે મસ્કએ ખુલ્લી ટીકા કરી છે. મસ્કના જણાવ્યા અનુસાર, આ બિલથી આગામી 10 વર્ષમાં દેશનું નાણાકીય ખાધ $3.3 ટ્રિલિયન જેટલું વધી શકે છે, જે અમેરિકાના અર્થતંત્ર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
મસ્ક અને ટ્રમ્પ વચ્ચે તીખો ટકરાવ: ટ્રમ્પે પણ આ વિવાદ પર મૌન ન રાખ્યું. તેમણે મસ્કના ઇમિગ્રેશન સ્ટેટસ અને તેમની કંપનીઓને મળતી ફેડરલ સબસિડી પર પુનર્વિચાર કરવાની ધમકી આપી. ટ્રમ્પના પ્રતિસાદ બાદ મસ્કે DOGE ના ચીફ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
શું બે-પક્ષીય સિસ્ટમનો અંત આવશે?: એલોન મસ્કના આ પગલાંએ હવે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે – શું અમેરિકાની જૂની બે-પક્ષીય રાજકીય પ્રથા હવે તૂટી શકે? જો એમ થાય છે તો તેને નવી દિશા આપવામાં મસ્કનો મોટા પાયે હસ્તક્ષેપ હોય શકે છે.
આ મામલો હવે માત્ર સોશ્યલ મીડિયા સર્વે સુધી નહીં, પરંતુ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની રહ્યો છે.